ભારતે બનાવી લીધી કોરોના વાયરસની સ્વદેશી વેક્સીન, આ તારીખે લોન્ચ કરવાની તૈયારી

કોરોના વાયરસની વેક્સીનથી જોડાયેલી એક મોટા અને સારાં સમાચાર સામે આવી રહ્યાં છે.જાણકારી મળી છે કે, ભારત આ કોરોનાની વેક્સીનને ટૂંક સમયમાં જ લોન્ચ કરવાની તૈયારીમાં છે.આ વેક્સીનને ‘ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે’ હૈદરાબાદની ‘ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ’ની સાથે મળીને બનાવી છે.વેક્સીનને ‘ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે’ હૈદરાબાદની ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડની સાથે મળીને જે વેક્સીનને બનાવી છે, તેનું નામ ‘BBV152’ કોવિડ વેક્સીન રાખવામાં આવ્યું છે. જે પૂરી રીતે સ્વદેશી જ છે.

ICMRના એક્સપર્ટે જણાવતાં કહ્યું હતું કે,કોરોના વાયરસની આ વેક્સીનને ક્લિનિકલ ટ્રાયલ પછી 15મી ઓગસ્ટના રોજ લોન્ચ થઈ શકે છે.આ કામને જલદી પાર પાડવા માટે ICMRએ દરેક સ્ટેકહોલ્ડર્સને પત્ર લખ્યો છે.જણાવવામાં આવ્યું છે કે,આ કામને ટોપ પ્રાયઓરિટી પર કરવાનું છે.ICMRએ ભારત બાયોટેકને લખેલા એક પત્રમાં જણાવતા કહ્યું કે,સ્વદેશી કોરોના વેક્સીનનું ટ્રાયલ ફાસ્ટ ટ્રેક મોડમાં કરવામાં આવશે,જેથી 15 ઓગસ્ટ સુધીમાં ક્લિનિકલ ટ્રાયલના રિપોર્ટનું લોન્ચિંગ કરી દેવામાં આવે.

આપને જણાવી દઈએ કે,થોડા દિવસ પહેલા જ વેક્સીનને હ્યૂમન ટ્રાયલની મંજુરી મળી હતી.ICMRના ડિરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવે વિભાગીય પત્રમાં જણાવતાં કહ્યું છે,કે 7 જુલાઇથી આ વેક્સીનનું હ્યૂમન ટ્રાયલની શરૂઆત થશે.જેમાં મોડુ થવું જોઈએ નહીં.જેથી આ વેક્સીનને 15મી ઓગસ્ટના રોજ લોકો માટે ટેસ્ટ કરી શકાય.આ વેક્સીનને બનાવવામાં ભારત બાયોટેક અને ICMRની ભાગીદારી છે.

ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવેલી રહેલી ભારતને પહેલી કોવિડ-19ની વેક્સીન Covaxin ના હ્યૂમન ટ્રાયલના પહેલા અને બીજા ચરણ માટે DGCIની મંજુરી મળી હતી.ભારતમાં તૈયાર કરવામાં આવી રહેલી આ કોરોના વાયરસની પ્રથમ વેક્સીન છે,જેને લોકો પર પરીક્ષણ કરવાની પરવાનગી મળી હતી. આ પરીક્ષણની 7 જુલાઈના રોજ શરૂઆત કરવામાં આવશે.ભારત બાયોટેક દ્વારા સ્વદેશી, નિષ્ક્રિય વેક્સીન વિક્સિત અને બનાવવામાં આવી રહ્યું છે.

જાણકારી હોય તો,ભારત બાયોટેકના Covaxin ટ્રાલ ઉપરાંત Zydus Cadillaને પણ કોરોના માટે વિકાસમાન કરવામાં આવી રહેલી વેક્સીનને ટ્રાયલ કરવાની મંજુરી મળી ગઈ છે.DCGIએ કોરોના વેક્સીન ફેઝ 1 અને ફેઝ 2માં માનવ પરીક્ષણોની શરૂઆત કરવા માટે ફાર્માસ્યૂટિકલ કંપનીએ ઝાઇડસ કેડિલાને મંજુરી આપી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *