સામાન્ય જનતા માટે કમરતોડ મોંઘવારી: ભડકે બળ્યા CNGના ભાવમાં -જાણો કેટલો ઝીંકાયો વધારો?

CNG price hike: સામાન્ય માણસને આજે સવારે મોંઘવારીનો મોટો આંચકો લાગ્યો છે. એક સપ્તાહમાં બીજી વખત CNGના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં CNGના ભાવમાં વધારો(CNG price hike) થયો છે. આ શહેરોમાં CNGના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. આ વધારા બાદ દિલ્હીમાં CNGના ભાવ 76.59 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. CNGની નવી કિંમત નોઈડામાં 82.20 રૂપિયા પ્રતિ કિલો અને ગ્રેટર નોઈડામાં 81.20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, ત્રણ અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે CNGની કિંમતમાં વધારો થયો છે. નવા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે.

નવેમ્બરમાં થયો હતો કિંમતોમાં વધારો 

આ પહેલા 23 નવેમ્બરે દિલ્હી-NCRમાં CNGના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી દિલ્હીમાં CNGની કિંમત 74.59 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 75.59 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જ્યારે નોઈડામાં સીએનજીની કિંમત 80.20 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 81.20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

અગાઉ જુલાઈમાં કેન્દ્ર સરકારે CNGની કિંમત નક્કી કરવા માટેના ધોરણોમાં ફેરફાર કર્યો હતો. આ પછી દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં CNGની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો હતો. પરંતુ IGLએ ઓગસ્ટમાં કિંમતોમાં વધારો કર્યો હતો. એક વર્ષમાં ભાવમાં આ બીજો વધારો હતો. દિલ્હી-એનસીઆરમાં પણ 23 ઓગસ્ટે સીએનજીની કિંમતમાં એક રૂપિયાનો વધારો થયો હતો.

CNG ના નવીનતમ ભાવ

રાજધાની દિલ્હીમાં CNGની કિંમત વધીને 76.59 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ આ કિંમત 75.59 રૂપિયા પ્રતિ કિલો હતી.

નોઈડામાં CNGની કિંમત વધીને 82.20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ આ કિંમત 81.20 રૂપિયા પ્રતિ કિલો હતી.

ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડામાં CNGની કિંમત વધીને 81.20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ આ કિંમત 80.20 રૂપિયા પ્રતિ કિલો હતી.

આ પહેલા 23 નવેમ્બરે CNGની કિંમતમાં વધારો થયો હતો. જો કે, ગત વખતે પણ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો એક રૂપિયાનો વધારો થયો હતો. નવેમ્બરમાં આ ફેરફાર પહેલા દિલ્હીમાં CNGની કિંમત 74.59 રૂપિયા પ્રતિ કિલો હતી. જ્યારે નોઈડામાં સીએનજીની કિંમત 80.20 રૂપિયા પ્રતિ કિલો હતી.

CNG ના ભાવ ક્યારે ઘટ્યા?

સીએનજીના ભાવમાં આ સતત વધારા પહેલા જુલાઈમાં કિંમતોમાં રાહતના સમાચાર હતા. આ વર્ષે જુલાઈમાં સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *