દેશમાં કોરોનાવાયરસની મહામારી ફેલાઈ ચૂકી છે. કોરોનાવાયરસ સંક્રમિત દર્દીઓ સાથે મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. દેશની આર્થીક રાજધાની મુંબઈમાં જે દર્દીઓ નો ઉપચાર ચાલી રહ્યો છે તેના બેડ પર લગભગ કલાકો સુધી લાશ પડ્યા રહેવાની તસવીરો છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવી હતી.
હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થી પણ એક હૃદયદ્રાવક તસવીર સામે આવી છે. દિલ્હીના લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલના બહાર હાથ લારી પર જ રાખીને લાશને લઈ જતા બે વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે. કોરોનાવાયરસ મહામારી ના સમયમાં નજરમાં આવી રહેલા આવા દ્રશ્યો દુઃખદ છે. આ ઘટના 21 મેની રાતના અગિયાર વાગ્યાની છે.
એલએનજેપીના ગેટ નંબર 4 ના બહાર બે વ્યક્તિ હાથ લારી પર લાશ ને લઈને ઇન્ડિયા ગેટ તરફ જતા દેખાયા હતા. તેમને સુનિલકુમારે જોયા તો આ ઘટનાનો વિડીયો બનાવી લીધો. સુનિલ કુમારે જણાવ્યું કે તે કોઈ બેઘર વ્યક્તિને બીમાર થવાથી તેને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે લાવ્યા હતા.
આ ઘટના બાદ હોસ્પિટલની વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. જો કે મૃતક કે તેનું શબ લારી પર લઈ જતા દેખાયેલા લોકો વિશે કોઈ જાણકારી નથી મળી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news