ભારતમાં કોરોના અને ઓમિક્રોને પકડી તેજ રફતાર- કેસનો આંકડો જાણીને ધ્રુજારી છૂટી જશે

દેશમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ રેકોર્ડ બ્રેક કોરોનાના…

દેશમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ રેકોર્ડ બ્રેક કોરોનાના કેસો(Record break corona cases) સામે આવી રહ્યા છે. જેને કારણે દેશ વાસીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જો આવી જ રીતે કોરોનાના કેસમાં વધારો થતો રહેશે તો ત્રીજી લહેર(Third wave) ને આવતા કોઈ નહિ રોકી શકે.

દેશમાં કોરોનાની ગતી ધીમે ધીમે ખુબ જ આગળ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર 089 નવા કેસ સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. આ દરમિયાન 385 લોકોના મોત થયા છે. તે જ સમયે, 1 લાખ 51 હજાર 740 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં 16 લાખ 56 હજાર 341 એક્ટિવ કેસ છે. સકારાત્મકતા દર 119.65 ટકા નોંધવામાં આવ્યો છે. ઓમિક્રોનના 8 હજાર 209 કેસની પુષ્ટિ થઈ છે. ગઈકાલે એટલે કે 16 જાન્યુઆરીની સરખામણીએ આજે ​​13 હજાર 113 ઓછા કેસ નોંધાયા છે.

રવિવારે કોરોના વાયરસના કુલ 2 લાખ 68 હજાર, 833 નવા કેસ નોંધાયા હતા. આ પછી, કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 68 લાખ, 50 હજાર 962 થઈ ગઈ છે. રવિવારે બહાર આવેલા આંકડા અનુસાર, કોરોનાને કારણે 402 લોકોના મોત થયા છે જ્યારે આજે 385 લોકોના મોત થયા છે.

રવિવારે દિલ્હીમાં કોરોના વાયરસના ચેપના 18,286 કેસ નોંધાયા હતા અને 28 દર્દીઓના મોત થયા હતા. આ ઉપરાંત, ચેપનો દર ઘટીને 27.87 ટકા થયો છે, જે એક દિવસ પહેલા 30.64 ટકા હતો. આરોગ્ય વિભાગના આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. શનિવારે દિલ્હીમાં ચેપના 20,718 કેસ નોંધાયા હતા અને 30 દર્દીઓના મોત થયા હતા.

તે જ સમયે, રવિવારે મુંબઈમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો હતો. અહીં છેલ્લા દિવસે 7 હજાર 895 નવા કેસ નોંધાયા અને 11 દર્દીઓના મોત થયા. જ્યારે શનિવારે અહીં 10 હજાર 661 નવા કેસ નોંધાયા હતા. જ્યારે મુંબઈમાં, 57,534 પરીક્ષણો સાથે દૈનિક હકારાત્મકતા દર ઘટીને 13 ટકા થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં કોરોના ટોચ પર છે અને હવે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *