રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે રાશન વિતરણમાં કર્યા ફેરફાર – તમારે જાણવા છે ખુબ જ જરૂરી

નવી દિલ્હી(New Delhi): જો તમે પણ રેશન કાર્ડ ધારક(Ration card holder) છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના(Pradhan Mantri Garib Kalyan Anna Yojana) હેઠળ ઘઉંના ક્વોટામાં ઘટાડો કરીને ચોખાના ક્વોટામાં વધારો કર્યો છે. આ ફેરફાર ઘણા રાજ્યો અને કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવ્યો છે. આ સાથે રેશનકાર્ડ ધારકોને પહેલા કરતા ઓછા ઘઉં મળશે.

PMGKAY હેઠળ 25 રાજ્યોના ક્વોટામાં કોઈ ફેરફાર નથી
હકીકતમાં, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મેથી સપ્ટેમ્બર સુધી ફાળવવામાં આવનાર ઘઉંના ક્વોટામાં ઘટાડો કર્યો છે. આ પછી, PMGKAY હેઠળ ત્રણ રાજ્યો બિહાર, કેરળ અને ઉત્તર પ્રદેશમાં મફત વિતરણ માટે ઘઉં આપવામાં આવશે નહીં. આ સિવાય દિલ્હી, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં ઘઉંના ક્વોટામાં ઘટાડો કરવામાં આવ્યો છે. બાકીના 25 રાજ્યોના ક્વોટામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઘઉંના ઘટેલા ક્વોટાની ભરપાઈ ચોખા દ્વારા કરવામાં આવશે
કેન્દ્ર દ્વારા રાજ્યોને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, ‘મેથી સપ્ટેમ્બર સુધીના બાકીના 5 મહિના માટે તમામ 36 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ચોખા અને ઘઉંની PMKGAY ફાળવણીમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’ ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે કહ્યું કે, ઘઉંના ઘટેલા ક્વોટાની ભરપાઈ ચોખા દ્વારા કરવામાં આવશે.

તેનું મુખ્ય કારણ ઘઉંની ઓછી ખરીદી 
રાજ્યો માટે ઘટેલા ક્વોટાનું કારણ ઘઉંની ઓછી ખરીદીને કારણે કહેવામાં આવી રહ્યું છે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું, ‘લગભગ 55 લાખ મેટ્રિક ટન ચોખાની વધારાની ફાળવણી કરવામાં આવશે, તેટલા જ ઘઉંની બચત થશે.’ બે તબક્કામાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વ્યાપક પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

NFSA હેઠળ ચોખાની વિનંતી પર વિચાર કરશે
પાંડેએ કહ્યું કે આ સુધારો માત્ર PMGKAY માટે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ-2013 હેઠળ ફાળવણી પર રાજ્યો સાથે ચર્ચા ચાલી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે ‘જો કેટલાક રાજ્યો NFSA હેઠળ વધુ ચોખા લેવા માગે છે, તો અમે તેમની વિનંતી પર વિચાર કરીશું’.

શું અસર થશે?
ઉત્તરાખંડમાં, જૂનથી, પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યમાં ઘઉંના ઘટાડેલા ક્વોટામાંથી ઓછા ઘઉં અને વધુ ચોખા આપવામાં આવશે. રાજ્યના 14 લાખ રેશનકાર્ડ ધારકોને જૂનથી યુનિટ દીઠ 3 કિલો ઘઉંના બદલે 1 કિલો ઘઉં મળશે. જ્યારે ચોખા 2 કિલોના બદલે 4 કિલો આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *