ભારતમાં મળી આવ્યો ઓમિક્રોનનો નવો સબ-વેરિઅન્ટ- WHOએ જાણો શું કહ્યું?

કોરોના(Corona) વાયરસના હાહાકાર વચ્ચે ઓમિક્રોન(Omicron) વેરિઅન્ટના નવા સબ વેરિઅન્ટ(Sub variant) BA.2.75 ભારતમાં સામે આવ્યો છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ વાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે કહી હતી. તેમણે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘છેલ્લા 2 અઠવાડિયામાં વૈશ્વિક સ્તરે કોવિડ-19ના કેસમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે.

ડબ્લ્યુએચઓના છ પેટા-પ્રદેશોમાંથી ચારમાં છેલ્લા અઠવાડિયામાં કેસમાં વધારો જોવા મળ્યો છે. યુરોપ અને અમેરિકામાં BA.4 અને BA.5ના કિસ્સાઓ છે. ભારત જેવા દેશોમાં BA.2.75નો નવો સબ વેરિઅન્ટ પણ મળી આવ્યો છે. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ.

ઓમિક્રોનનું સંભવિત સબ-વેરિઅન્ટ BA.2.75 શોધી કાઢવામાં આવ્યા પછી, WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ટ્વિટર પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે BA.2.75 નામનું સબ-વેરિઅન્ટ મળી આવ્યું છે. તે સૌપ્રથમ ભારતમાં દેખાયું, ત્યારબાદ અન્ય 10 દેશોમાં મળી આવ્યા.

તે જ સમયે, તેમણે આ સબ-વેરિયન્ટના વિશ્લેષણ વિશે કહ્યું કે, આપણે તેના માટે હવે રાહ જોવી પડશે. WHO આને ટ્રેક કરી રહ્યું છે અને WHO ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ SARS-CoV-2 વાયરસ ઈવોલ્યુશન (TAG-VE) સતત વિશ્વભરના ડેટાને જોઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *