કોરોના વાયરસ મહામારીના વધતા કેસ વચ્ચે પીએમ મોદી 16 અને 17 જૂનના રોજ દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. આ વાતચીત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. છેલ્લા 10 દિવસમાં કોરોના વાયરસના અંદાજે એક લાખ કેસ દેશભરમાં વધ્ય છે. શુક્રવારના રોજ પ્રથમ વખત એક જ કલાકનીઅંદર 10 હજારથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા. દેશમાં કુલ કેસની સંખ્યા ત્રણ લાખને પાર કરી ગઈ છે.
જ્યારે કેન્દ્રએ શુક્રવારે રાજ્યોને કોવિડ-19ના ઉભરતા નવા સ્થળો જ્યાંથી કેસ મળી રહ્યા છે તેમનાં પર વધારે ભાર આપવા અને કોરોના વાયરસનો ચેપ રોકવા માટે કડક પગલા લેવા માટે કહ્યું છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લાગુ લોકડાઉથી દેશ ધીરે ધીરે બહાર આવવાની સાથે પીએમ મોદી આગામી અઠવાડિયે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફરીથી એક વખત ચર્ચા કરશે.
બે દિવસ પીએમ મોદીની રાજ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. 16 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફસિંગ કરશે જ્યાં કોરોનાની ગતિ ધીમી છે અથવા જ્યાં કોરોનાનો રિકવરી રેટ ઘણો સારો છે. આ રાજ્યમાં પંજાબ, અસમ, કેરળ, ઉત્તરાખંડ અને ઝારખંડ જેવા કેટલાક રાજ્ય સામેલ છે.
ત્યારે 17 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે, જે રાજ્યોમાં કોરોના વાયરસના સંક્રમણની ગતિ ઘણી વધુ છે. 17 જૂને પીએમ મોદી મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે.
આ પહેલા પણ પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઘણી વખત વીડિયો કોન્ફ્રન્સિંગ કરી ચૂક્યા છે. પહેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચર્ચા બાદ કેટલીક વખત લૉકડાઉન વધારવા, કેટલીક આર્થિક ગતિવિધિઓને ખોલવા જેવા નિર્ણય લઇ ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news