છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા કોરોનાના ટેસ્ટની સંખ્યા વધારી દેવામાં આવી છે. જેટલા ટેસ્ટ વધી રહ્યા છે તેટલા વધુ લોકો કોરોનાના કેસો વધી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોમાં એવા પણ ઘણા કેસ નોંધ્યા છે જેમાં RT-PCR કેસ નેગેટીવ આવ્યો હોય અને એ જ વ્યક્તિના 80 ટકા ફેફસા કોરોનાથી સંક્રમિત હોય. આવા એક કેસ નહિ પરંતુ અનેક કેસો નોંધાઈ રહ્યા છે. લોકોને વિશ્વાસ હતો કે, RT-PCRમાં જાણવા મળે છે કે આપણને કોરોના છે કે નહિ પરંતુ હવે લોકોને આ વાતથી પણ ડરવું પડશે કારણ કે છેલ્લા ઘણા દિવસોમાં RT-PCR રીપોર્ટ નેગેટીવ હોવા છતાં ફેફસામાં મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ બતાવે છે.
પહેલો કેસ 58 વર્ષના એક વ્યક્તિમાં સામે આવ્યો હતો. આ વ્યક્તિનો RT-PCR કેસ નેગેટીવ આવ્યો હતો પરંતુ જયારે આ વ્યક્તિનું CT સ્કેન થયો ત્યારે જાણવા મળ્યું કે, આ વ્યક્તિના ફેફસા 90 ટકા કોરોનાથી સંક્રમિત થઇ ગયા હતા.
આવો ને આવો બીજો કેસ 65 વર્ષના એક મહિલામાં સામે આવ્યો હતો. આ મહિલાનો કોરોના રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો હતો. પંરતુ જયારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી ત્યારે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ મહિલાનો CT સ્કેન રીપોર્ટ સામે આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, મહિલાના 80 ટકા ફેફસા કોરોનાથી સંક્રમિત થઇ ગયા હતા અને સાજીનરવી મહિલાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આવા કેટલાય કેસો છેલ્લા ઘણા દિવસથી સામે આવી રહ્યા છે. હાલ જાણવામાં નથી આવતું કે, કેમ RT-PCR રીપોર્ટ કોરોનાને પારખી શકતો નથી અથવા તો પોઝીટીવ લોકોને પણ નેગેટીવ બતાવી રહ્યો છે.
આ બંને કેસોમાં પરિસ્થિતિ સમાન હતી. બંને કિસ્સાઓમાં RT-PCR કોરોના વાયરસની પુષ્ટિ કરવામાં નિષ્ફળ ગયો. આ પહેલીવાર નથી બન્યું આ પહેલા પણ આવા કેસો સતત સામે આવી રહ્યા છે. દેશભરમાંથી એવા અહેવાલો આવી રહ્યા છે કે પરીક્ષણમાં વાયરસના નવા પ્રકારો શોધી શક્યા નથી. સીટી સ્કેન થાય ત્યાં સુધીમાં તો કોરોનાએ મોટાભાગના ફેફસામાં નુકશાન પહોંચાડી દીધું હોય છે. આ પાછળનું કારણ કોરોનાના અલગ અલગ લક્ષણો હોઈ શકે છે. જેના વિશે ખુદ કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે દેશના 18 રાજ્યોમાં કોરોનાના પ્રકારો મળી આવ્યા છે. આમાં બ્રાઝિલ, યુકે અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા પ્રકારો પણ શામેલ છે. તે ખૂબ જ ચેપી છે અને ઝડપથી પ્રસારિત થઈ રહ્યું છે.
પોઝીટીવ હોવા છતાં કેમ નેગેટીવ બતાવે છે?
છેલ્લા એક વર્ષથી કોરોના ટેસ્ટીંગમાં થનારી દરેક પ્રવુતિનો અભ્યાસ કરનાર ડો. પૂનમનું કહેવું છે કે કોરોના વાયરસ એક RNA પ્રોટીન છે અને આમાં અવારનવાર બદલાવ થયા કરે છે. RNA પ્રોટીન અને માનવમાં શરીરમાં રહેલા પ્રોટીન વચ્ચે તારણ કાઢવું ખુબ જ મુશ્કેલ છે. આ જ કારણ છે કે, કોરોના રેપીડ ઇન્જેક્શન અને RT-PCR ટેસ્ટ કોરોના પોઝીટીવ પોઝીટીવ બતાવવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. છાતીના ઇન્ફેકશનથી જ ખબર પડે છે કે દર્દીને કેટલા ટકા કોરોનાનું સંક્રમણ થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.