12 વર્ષ પહેલા થઇ હતી કોરોનાની ભવિષ્યવાણી, જાણો ક્યા સુધી રહેશે અને ક્યારે જશે આ વાયરસ

તમે જાણો છો એમ કોરોના વાઇરસ વાયુવેગે દુનિયાને પોતાના કબજે કરી રહ્યો છે. જ્યાં-જ્યાં આ વાઇરસ જાય છે ત્યાં-ત્યાં લોકોની સ્વાસ્થ્ય બગડે છે અને લોકો…

તમે જાણો છો એમ કોરોના વાઇરસ વાયુવેગે દુનિયાને પોતાના કબજે કરી રહ્યો છે. જ્યાં-જ્યાં આ વાઇરસ જાય છે ત્યાં-ત્યાં લોકોની સ્વાસ્થ્ય બગડે છે અને લોકો મૃત્યુ પણ પામે છે. આ વાઇરસથી અત્યાર સુધીમાં હજારો લોકો આવી ગયા છે અને જેમનું બાદ મૃત્યુ થયું છે. ભારત સહીત દુનિયાભરના દેશોમાં ધીમે ધીમે કોરોના વાયરલ ફેલાઇ રહ્યો છે. પણ હવે સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં એક લેખિકાએ આ અંગે અનેક વર્ષો પહેલા ભવિષ્યવાણી કરી હતી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

થોડા દિવસ પહેલા અમેરિકાની લેખિકા ડીન કુંટ્જના પુસ્તકોનો હવાલો લઇને એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં કોરોના વાઇરસ જેવા ખતરનાક વાયરસ વિષે વર્ષો પહેલા ચેતવણી આપવામાં આવી હતી. અમેરિકી લેખકની પુસ્તકતમાં વાયરસથી મળતા લક્ષણોની વાતનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયામાં આ પુસ્તકને લઇને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ કરવામાં આવી રહી છે. અમર ઉજાલા ખબર અનુસાર અમેરિકાની લેખિકા સિલ્વિયા બ્રાઉનીએ જુલાઇ 2008માં “એન્ડ ઓફ ડેઝ” નામનું પુસ્તક લખ્યું હતું. જેમાં તેણે લખ્યું કે “2020માં નિમોનિયા જેવી ગંભીર બિમારી દુનિયાભરમાં ફેલાઇ જશે. આ બિમારીમાં ફેંફસા અને શ્વાસનળી પર હુમલો કરશે અને તેનો કોઇ ઇલાજ નહીં મળે.” સાથે-સાથે જ આ પુસ્તકમાં વધુમાં લખવામાં આવ્યું છે કે અચાનક જ આવેલી આ બિમારી એક દિવસ અચાનક જ જતી રહેશે. અને એક વર્ષ પછી આ પાછી ફરશે પણ તે પછી જાતે જ સમાપ્ત થઇ જશે.

ઉલ્લેખનીય છે કે સિલ્વિયા બ્રાઉની પોતાને મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ગુરુ માનતી હતી. અને તેમનો એવો દાવો હતો કે તેમની પાસે અલૌકિક શક્તિઓ છે. અને જે તે સમયે તેમના ટીવી અને રેડિયો પર અનેક શો પણ આવતા હતા. તારીખ 20 નવેમ્બર 2013ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. જો કે કોરોના વાયરસના ભય વચ્ચે આ ભવિષ્યવાણી સામે આવ્યા પછી આ પુસ્તકનું વેંચાણ ચોક્કસથી વધી ગયું છે. સિલ્વિયા બ્રાઉનીની અધિકૃત વેબસાઇટ મુજબ હાલ આ પુસ્તક સ્ટોકમાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *