આખરે નિર્ભયા ગેંગરેપનો આવ્યો ઐતિહાસિક નિર્ણય, ચારેય દોષિતોને આ તારીખે અપાશે ફાંસી. જાણો વિગતે

કાયદાકીય વિકલ્પોનો કારણે બે મહિના સુધી ફાંસીથી બચતા નિર્ભયા કેસના ચારેય દોષિતોના દરેક કાયદાકીય વિકલ્પો હવે પૂરા થઈ ગયા છે. નિર્ભયાના ગુનેગારોનું ચોથું ડેથ વોરન્ટ…

કાયદાકીય વિકલ્પોનો કારણે બે મહિના સુધી ફાંસીથી બચતા નિર્ભયા કેસના ચારેય દોષિતોના દરેક કાયદાકીય વિકલ્પો હવે પૂરા થઈ ગયા છે. નિર્ભયાના ગુનેગારોનું ચોથું ડેથ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું. નવા ડેથ વૉરંટ મામલે આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. દોષિતો તરફથૂ રજૂ થયેલા વરિષ્ઠ વકીલ એ.પી. સિંહે જણાવ્યું કે ગુરુવારે થનારી સુનાવણી અંગે તેમને તિહાડ જેલના તંત્રએ નોટિસ આપી ન હતી. બીજી તરફ તિહાડ જેલ તંત્ર તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે નોટિસ ચોથી માર્ચના રોજ ઇ-મેઇલ કરીને મોકલવામાં આવી હતી. નિર્ભયાના દોષિતોને 20મી માર્ચના રોજ વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ફાંસીએ લટકાવી દેવામાં આવશે. એપી સિંહે ગુનેગારોને મળવા માટે મંજૂરી માંગી છે.

રામનાથ કોવિંદે દોષી પવન ગુપ્તાની અરજી પણ ફગાવી 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે દોષી પવન ગુપ્તાની અરજી પણ ફગાવી દીધી છે. ત્યારપછી દિલ્હી સરકાર નવું ડેથ વોરન્ટ જાહેર કરવા માટે પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી ગઈ હતી. એડિશનલ જજ ધર્મેન્દ્ર રાણાએ ચારેય દોષિતોને નોટિસ જાહેર કરીને ગુરુવાર સુધી જવાબ માંગ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષી પવન ગુપ્તાની દયા અરજી બુધવારે ફગાવી દીધી હતી. તેની પાસે ફાંસીની સજાથી બચવા માટેનો આ છેલ્લો કાયદાકીય વિકલ્પ હતો. સુપ્રીમ કોર્ટમાં સોમવારે ક્યુરેટિવ પિટીશન નકારવામાં આવ્યાના તુરંત પછી પવને રાષ્ટ્રપતિને દયાની અરજી કરી હતી. આ આધાર પર ટ્રાયલ કોર્ટે દોષિતોની ફાંસી ત્રીજી વખત ટાળી દીધી હતી.

ગુનેગારોના તમામ કાયદાકીય વિકલ્પ પૂરા

એ.પી. સિંહે કહ્યું હતું કે તેઓ અક્ષયને મળવા માંગે છે. કેમ કે રાષ્ટ્રપતિ સમક્ષ દાખલ કરેલી દયા અરજીની સ્થિતિ હજી સ્પષ્ટ થઈ શકી નહોતી. જે બાદ ન્યાયાધીશે સરકારી વકીલને પૂછ્યું કે રાષ્ટ્રપતિ સમક્ષ દાખલ કરવામાં આવેલી બીજી દયા અરજીની શું સ્થિતિ છે? તેણે કહ્યું કે તે આ અંગે તેમને કોઈ જાણ નથી. એ.પી. સિંહે કહ્યું કે અમારી પાસે રિસીવિંગ છે. 25 ફેબ્રુઆરીએ જેલે કોપી આપી હતી. સરકારી વકીલે આ અંગે કહ્યું હતું કે આ કોઈ કાયદાકીય વિકલ્પ નથી. એ.પી. સિંહે કહ્યું, ‘આપણા બંધારણમાં બીજી દયા અરજી માટેની જોગવાઈ છે.’ સરકારી વકીલે અદાલતને જણાવ્યું હતું કે ગુનેગારોના તમામ કાયદાકીય વિકલ્પ પૂરા થઈ ગયા છે, તેથી ફાંસીની તારીખ નક્કી થવી જોઈએ.

પવને આજીવન કેદની અરજી કરી હતી

દોષી પવને સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરીને ફાંસીને બદલે આજીવન કેદની માંગણી કરી હતી. તેને નકારીને જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી 5 જજની બેન્ચે કહ્યું હતું કે, સજા પર પુન:વિચાર કરવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. આ પહેલાં રાષ્ટ્રપતિ નિર્ભયા કેસમાં ત્રણ અન્ય દોષિતો અક્ષય, વિનય અને મુકેશની દયા અરજી ફગાવી ચૂક્યા છે.

ત્રણ વખત ફગાવી દેવામાં આવ્યું છે ડેથ વોરન્ટ

પહેલીવાર- 22 જાન્યુઆરીએ સવારે 6 વાગે ફાંસી થવાની હતી, પરંતુ ટાળી દેવામાં આવી.

બીજી વાર- 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ફાંસી અપાઈ નહીં.

ત્રીજી વાર- 3 માર્ચે સવારે 6 વાગે ફાંસી થવાની હતી, પરંતુ દોષી પવન પાસે કાયદાકીય વિકલ્પ બાકી હોવાના કારણે ફાંસી ટળી ગઈ

અત્રે નોંધનીય છે કે, ચારેય દોષિતો વિરુદ્ધ ચોથી વખત ડેથ વૉરંટ કાઢવામાં આવ્યું છે. આ પહેલા ત્રીજી માર્ચના રોજ ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ દોષી પવનની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પડતર હોવાથી ફાંસી આપી શકાઈ ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *