કોરોના એક્સપર્ટની ચેતવણી: જો આ લક્ષણ દેખાયું તો સૌથી ખતરનાક ડેલ્ટા વેરીયન્ટ થયો છે સમજજો

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ફેલાય છે. ત્યારે માથાનો દુ:ખાવો, ગળામાં ખરાશ અને નાકમાંથી પાણી નીકળવું બ્રિટનમાં હવે કોવિડ-19ના સૌથી કોમન લક્ષણ થઇ ગયા છે. એક્સપર્ટસે ખુદ આ વાતનો દાવો કર્યો છે. Zoe Covid Sympton સ્ટડી પર કામ કરી રહેલા પ્રોફેસર ટિમ સ્પેક્ટર કહે છે કે, કોરોનાના નવા ડેલ્ટા વર્ઝનના લક્ષણ યુવાનોમાં કોઇ ગંભીર તાવની જેમ દેખાય છે. જો કે તેઓ બહુ ખાસ બીમાર મહેસૂસ કરતા નથી. જો કે તેઓ ખૂબ જ સંક્રમક હોઇ શકે છે અને બીજાની જિંદગીને ખતરામાં નાંખી શકે છે.

એક્સપર્ટે કહ્યું કે, જો કોઇપણ વ્યક્તિને આવા લક્ષણ મહેસૂસ થાય તો તરત કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઇએ. નેશનલ હેલ્થ સર્વિસના મતે લોકોએ કોવિડના સામાન્ય લક્ષણો જેવા કે ઉધરસ, તાવ અને લોસ ઓફ સ્મેલ એન્ડ ટેસ્ટને નજરઅંદાજ કરવો જોઇએ નહીં.

જોકે, પ્રોફેસર સ્પેકટરનું કહેવું છે કે, આ પ્રકારના લક્ષણ હવે લોકોમાં ખૂબ જ ઓછા દેખાવા લાગ્યા છે. Zoe ટીમને મળેલા ડેટા પ્રમાણે હજારો લોકોએ પોતાની અંદર મહેસૂસ થતા લક્ષણોને એપના માધ્યમથી રજીસ્ટર કર્યા છે. તેમણે કહ્યું કે મેની શરૂઆતમાં અમે એપ પર સૌથી વધુ સામે આવેલા લક્ષણોને મોનિટર કર્યા હતા અને આ પહેલાં જેવા બિલકુલ નથી.

તેમણે કહ્યું કે, લક્ષણોમાં આ ફેરફાર ડેલ્ટા વેરિઅન્ટ સાથે જોડાયેલ હોઇ શકે છે. એક્સપર્ટે દાવો કર્યો કે, આ વેરિઅન્ટ સૌથી પહેલાં ભારતમાં મળ્યા હતા અને હવે બ્રિટનમાં અંદાજે 90% કેસ આવા જ સામે આવી રહ્યા છે. પ્રોફેસર સ્પેકટરે એમ પણ કહ્યું કે દર્દીઓમાં તાવ પહેલાંની જેમ સામાન્ય છે પરંતુ સૂંઘવાની ક્ષમતા હવે ટોપ 10 લક્ષણોમાં નથી આવતું.

પ્રોફેસર સ્પેકટર કહે છે કે, એવું લાગે છે કે આ ઇન્ફેશન થોડુંક અલગ રીતે કામ કરી રહ્યું છે. લોકોને લાગે છે કે તેમને માત્ર સીઝનલ ફ્લુ થયો છે અને તેઓ બેદરકાર થઇ બહાર પાર્ટી માટે નીકળી પડે છે. તેનાથી સંક્રમણ છ અન્ય લોકોમાં ફેલાય છે. અમને લાગે છે કે આ કોઇ ટી સમસ્યાને વધારી રહ્યું છે.

યુવાનોને સંદેશ આપું છું કે, આ વેરિઅન્ટથી તેમને નજીવા લક્ષણ મહેસૂસ થઇ શકે છે. તેમને તાવ કે સુસ્તી મહેસૂસ થઇ શકે છે. પરંતુ તેઓ પોતાની જવાબદારી સમજે અને ઘરે જ રહે. શરીરમાં લક્ષણ મહેસૂસ થતાં જ ટેસ્ટ ચોક્કસ કરાવો.

ઇમ્પિરિયલ કોલેજ લંડનના 10 લાખથી વધુ લોકો પર REACT (Real Time Assessment of Community Transmission) સ્ટડીના મતે જ્યારે અલ્ફા કે યુકે ઇન્ફેકશનની અસર વધુ હતી ત્યારે કોવિડ-19માં કેટલાંય પ્રકારના લક્ષણો દેખાતા હતા. આ દરમ્યાન જૂના લક્ષણો સહિત કંપારી, ભૂખ ના લાગવી, માથું દુખવું અને માંસપેશીઓમાં દર્દ જેવી મુશ્કેલીઓ વધુ જોવા મળતી હતી.

સરકારી આદેશોનું માનીએ તો સતત આવનાર ઉધરસ, શરીરનું તાપમાન અને લોસ ઓફ ટેસ્ટ જ સૌથી વધુ ખતરનાક લક્ષણ છે. તેના પણ કેટલાંય બીજા લક્ષણ કોવિડ-19 સાથે જોડી શકાય છે. જો કે સામે આવી રહેલા તમામ લક્ષણ જરૂરી નથી કોવિડ-19ના લીધે જ હોય. આ લક્ષણ બીજા કોઇ કારણોસર પણ હોઇ શકે છે. જો તમે આ લક્ષણોને લઇ ચિંતિત છો તો તમારે ડૉકટર્સ પાસેથી મદદ લેવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *