કોરોના મહામારીને લઈ વૈજ્ઞાનિકોએ વિશ્વને આપી મહત્વની ચેતવણી- આવનારા બે અઠવાડિયામાં…

હાલમાં એક ખુબ અગત્યનાં સમાચાર સામે આવ્યા છે. અંગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આની વચ્ચે અમેરિકન નિષ્ણાત દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે કે, આગામી 2 સપ્તાહ સુધી વૈશ્વિક સ્તરે નિયમિત નોંધાતા કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે.

આની સાથે જ વૈશ્વિક સ્તરે કોરોના મહામારીનો ખતરો પાંચમી કેટેગરીના વાવાઝોડા જેવો હશે. આગામી દિવસોમાં સંક્રમણના કેસમાં આવેલ વધારાના પરિણામરૂપે વૈશ્વિક સ્તરમાં દૈનિક નોંધાઈ રહેલ કેસમાં કોરોના મહામારીની શરૂઆત થયા પછીનો સૌથી મોટો ઊછાળો આવશે.

આ વખતે સંક્રમણ બાબતે સમગ્ર વિશ્વ ચક્રવાતી તોફાન જેવી પરિસ્થિતિનો સામનો કરી રહી છે. આગામી 2 સપ્તાહમાં કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી નોંધાઈ રહેલ દૈનિક કેસોમાં સૌથી મોટો ઉછાળો જોવા મળશે.”વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન”ના જણાવ્યા મુજબ સૌથી વધુ કેસ ડિસેમ્બર, 2020માં જોવા મળ્યા હતા.

રસીકરણની શરૂઆત થયા પછી દૈનિક કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, ભારત, અમેરિકા, બ્રાઝીલ, ઈટાલી, જર્મનીમાં ફરી એકવખત કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે કે, જેના પરિણામે વૈશ્વિક સ્તરે ફરી એકવખત સ્વાસ્થ્ય સંકટ ઊભું થયું છે.

અમેરિકન સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે, “જ્યાં સુધી અમેરિકાની વાત છે ત્યારે અહીં હજુ સંક્રમણ કેસમ વધારો થવાની શરૂઆત થઈ છે. હવે આ કેસમાં ઝડપથી વધારો થશે.અહીં નોંધનીય છે કે, શુક્રવારે ભારતમાં કોરોનાનાં કેસ દુનીયામાં કોઈપણ દેશની તુલનામાં સૌથી વધુ જોવા મળ્યા છે.

ભારતમાં અમેરીકાથી પણ વધુ કેસ સામે આવ્યા છે. છેલ્લા 3 માસમાં સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ કેસમાં 10 ગણો વધારો જોવા મળ્યો છે. આ આંકડા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તરે છેલ્લા સપ્તાહમાં બ્રાઝીલમાં સંક્રમણને લીધે સૌથી વધુ મોતના કેસ સામે આવ્યા છે. જો અમેરિકાના લોકો સાવચેતી નહીં રાખે તો દેશમાં ફરીથી એકવખત કોરોનાનો હાહાકાર જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *