જાણો કોણે કરી સુરતની મહિલાઓ માટે બીઆરટીએસમાં મફત મુસાફરી કરાવવાની માંગ

સુરત(Surat): ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી(SMC Election)માં આમ આદમી પાર્ટી(AAP)ના 27 નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે. ત્યારે દરેક સામાન્ય સભા વિવાદો વચ્ચે યોજાતી હોઈ છે. સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને પ્રહારો કરતા જોવા મળતા હોય છે. સુરતમાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી આવ્યા બાદ હવે સામાન્ય સભામાં ખરાખરીનો જંગ જોવા મળતો હોય છે.

ત્યારે હવે આગામી 30-11-2021 ના રોજ ની સામાન્ય સભામાં અવારનવાર ચર્ચામાં રહેતા કોર્પોરેટર પાયલ સાકરીયા(Payal Sakariya) દ્વારા સુરત મહાનગરપાલિકા સંચાલિત બી.આર.ટી.એસ(BRTS) અને સીટી બસોમાં મહિલાઓ માટે ફ્રી મુસાફરી(Free travel) માટેની દરખાસ્ત મુકવામાં આવી છે. જેને લીધે સુરતની મહિલાઓ ફ્રીમાં બસની મુસાફરી કરી શકે.

દરખાસ્તની નોટિસમાં જણાવ્યું છે કે, સુરત મહાનાગ્ર પાલિકા સંચાલિત બી.આર.ટી.એસ અને સીટી બસોમાં મહિલાઓ દ્વારા બહોળા પ્રમાણમાં પ્રવાસ કરી મહત્તમ ઉપયોગ કરવામાં આવે તે માટે તેઓને પ્રોત્સાહન પૂરું પાડવા સારૂ તમામ બસોમાં મહિલાઓ માટે મુસાફરી અંગેની ભાડાની રકકમાંથી મુક્તિ આપી તેમની મુસાફરી ફ્રીમાં કરાવવામાં આવે.

જો કે હવે સામાન્ય સભામાં જ ખબર પડશે કે આ દરખાસ્ત પર શુ થાય છે પણ હાલ આમ આદમી પાર્ટી ના સૌથી નાની ઉંમરે ચૂંટાયેલા કોર્પોરેટર પાયલ સાકરીયાએ મહિલાઓની ફ્રી મુસાફરી માટે દરખાસ્ત મૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનમાં ચૂંટાયા બાદ પાયલ સાકરીયા વારંવાર ચર્ચામાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *