સુરત: RCC રોડનો વપરાશ શરુ થયા પહેલા જ ‘ભ્રષ્ટાચાર’ના ખાડા પડતા સ્થાનિકોએ કરી રંગોળી અને વૃક્ષારોપણ

ગુજરાતમાં અવાર-નવાર કોઈને કોઈ જગ્યાએથી ભ્રષ્ટાચારના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે આજરોજ વધુ એક ભ્રષ્ટાચાર થયો હોવાની માહિતી સુરતમાંથી સામે આવી રહી છે. તમે અત્યાર સુધી હીરાનું સુરત અને જરીનું સુરત આ નામ તો સાંભળ્યા જ હશે, પરંતુ હવે સુરતનું નવું નામ પણ પડ્યું છે “ખાડામાં સુરત”! તમને આ નામ સાંભળીને નવાઈ લાગતી હશે. તમે વિચારતા હશો કે, આ નામ કોણે આપ્યું અને શા માટે આપ્યું હશે?

સુરતના મોટા વરાછામાં નવો મેઈન રોડ બન્યાને હજુ 20 દિવસ થયા નથીને ગાબડા પાડવા લાગ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખૂલી ગઈ હોય એવું લાગે છે. છેલ્લા ઘણા સમયથી Vip સર્કલ થી ગોકુલધામ સુધી નવો RCC રોડ બની રહ્યો છે. નવા બનેલા રોડ ઉપર ખાડા પડતા Rcc કામ માં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવીર રહ્યું છે. A .R મોલ ની સામે નવો બનતો rcc રોડ માં ગાબડા જોવા મળ્યા છે.

સુરત શહેરની અંદર રોડ ઉપર જે ખાડાઓ પડ્યા છે તેના પરથી તો એવું જ લાગી રહ્યું છે કે, જો તમારે વૃક્ષારોપણ કરવું હોય તો કોઈ ખાડા કરવાની જરૂર નહિ પડે. એટલા ઊંડા સુધી ખાડાઓ પડી ગયેલા છે કે ત્યાં તમે આરામથી વૃક્ષારોપણ ની પ્રવૃત્તિઓ કરી શકો છો. ત્યારે મોટા વરાછામાં નવો મેઈન રોડ બન્યાને હજુ 20 દિવસ થયા નથીને ત્યાં તો ગાબડા પડતા જાગૃત નાગરિકોએ ખાડા માં વૃક્ષ રોપણ કરી રંગોળી પુરી ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું છે.

મોટા વરાછામાં રોડ બન્યાને હજુ 20 દિવસમાં જ ગાબડા પડતા જાગૃત નાગરિકોએ તેનો વિડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કર્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, નવા બનેલા રોડ ઉપર ખાડા પડતા જાગૃત નાગરિકોએ ત્યાં વૃક્ષરોપણ કરીને રંગોળી પણ પૂરી છે. રંગોળી કરીને નીચે લખવામાં આવ્યું છે કે, ભ્રષ્ટાચાર થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *