“ભાવનગરમાં રોડ તો બન્યો, પણ ડામર ગાયબ” શું લાગે છે તમને, ડામર કોણ ખાઈ ગયું?

ગુજરાત(Gujarat): રાજ્યના ભાવનગર(Bhavnagar) જીલ્લામાંથી એક ભ્રષ્ટાચાર(Corruption)નું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં તંત્ર દ્વારા બનાવવામાં આવેલ રોડની પોલ ખુલી ગઈ છે. કારણ કે, થોડા દિવસ પહેલા થયેલ માવઠાને કારણે કમોસમી વરસાદ પડ્યો હતો અને તંત્ર દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર ઉઘાડો થઇ ગયો છે.

જોવા જઈએ તો ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકામાં ખેતાટીમ્બિથી દરેડ ગામ સુધીનો રોડ પરથી જાણે ડામર ગાયબ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રસ્તા પર જોવામાં આવે તો ફક્ત કાંકરા જ દેખાઈ રહ્યા છે. ડામર તો કોઈક લઈને ચાલ્યું ગયું હોય તેવું આ રોડ-રસ્તાને જોતા લાગી રહ્યું છે.

ખેતાટીમ્બિથી દરેડ ગામ સુધીઓ જે રસ્તો છે તેમાં તંત્ર દ્વારા કરવામાં આવેલ લોલમલોલની પોલ ખુલી ગઈ છે. કારણ કે, રસ્તા પર ફક્ત કાંકરા જ દેખાઈ રહ્યા છે. જ્યારે ડામર ગાયબ થઇ ગયો છે. ત્યારે એક વાક્ય તો કહી શકીએ કે, ગમે તેટલું પબ્લિક જાગૃત થાય પણ વચેટિયાના ખિસ્સાની ખંજવાળ નહીં જાય ત્યાં સુધી કોઈ નું સારું નહિ થાય.

આવી જ રીતે લોકો પાસે ટેક્સ રૂપે પૈસા લેવામાં આવે છે જેથી લોકોને રોડ-રસ્તા જેવી સારી સુવિધાઓ મળે પરંતુ તંત્ર સાથે સંકળાયેલા અમુક મળતિયાઓ આ પૈસા ખાઈ જાય છે અને અંતે જનતાના ભાગમાં પણ ખવાઈ ગયેલા રોડ જ વધે છે. એટલે કે સામાન્ય જનતાને ટેક્સ પણ ચૂકવવો પડે છે અને સરકારી તંત્ર તરફથી બનાવવામાં આવતા ભ્રષ્ટાચારી રોડને કારણે લોકોને તકલીફો પણ વેઠવી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *