રોડ-રસ્તા બનાવવા માટે મળેલા ૧૮ કરોડ ખાઈ ગયા ભ્રષ્ટાચારીઓ- કામ પૂરું થયા ના 2 દિવસમાં જ રોડ પર ઉખડી કપચીઓ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ના કંબોઈ ગામથી ધનેરા કસરા નવીન માર્ગ રાજ્ય સરકારે ૧૮ કરોડ થી વધુની માતબર રકમ ખર્ચીને નવો માર્ગ બનાવમાં આવ્યો છે જે માર્ગનું છેલ્લા દોઢ વર્ષથી કામ 2 દિવસ પહેલાં પૂર્ણ કરવામાં આવેલ છે. ત્યારે બનાસકાંઠા માર્ગ મકાન વિભાગ પાલનપુર દ્વારા ડીસાના ઇજાદાર એવા જુગલ કિશોર રામ કિશન અગ્રવાલ પ્રાઇવેટ લિમિટેડ ટેન્ડર આપી આ ૨૫ કિલોમીટર લંબાઈ ધરાવતાં નવીન માર્ગનું બનવાનું કામ આપેલ ત્યારે આ રોડ ને બન્યા ના ગણતરીના દિવસોમાં જે માર્ગ બન્યો છે.

તેની સાઇડ માં માટી કામ તેમજ હલકી ગુણવતાનું કામ કરી કોન્ટ્રાક્ટર રફુ ચક્કર થઈ ગયો છે ત્યારે ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ કોન્ટ્રકટરે હલકી ગુણવત્તા નું કામ કર્યું હોવાના લીધે પ્રથમ રોડ પર કપચીઓ ઉખડી રહી છે. રોડ સાઈડમાં કોન્ટ્રાક્ટરે માટી કામ ન કરતાં નવીન રોડ સાઈડમાં પોપડા ઉખડી રહ્યાં છે ત્યારે સ્થાનિક ના જણાવ્યાં મુજબ વર્ષે ૨૦૧૯ અને ૨૦૨૦ માં અમદાવાદ ખાતે આ જુગલ કિશોર રામકિશોર અગ્રવાલ પ્રાઇવેટ લીમીટેડ કંપનીને અમદાવાદ મહા નગરપાલિકા દ્વારા નવા માર્ગ બનવાનું કામ આપવામા આવ્યું હતું.

કંપનીએ અમદાવાદ માં હલકી ગુણવતા નું કામ કરતાં પ્રથમ વરસાદે ઠેર ઠેર ભ્રષ્ટાચાર ના ભુવા પડી જતા આ ઇજારદારને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે બ્લેક લિસ્ટેડ માં નાંખી દેવામાં આવી હતી ત્યારે આ ભ્રષ્ટ કોન્ટ્રકટર અને ઇજાદારને પાલનપુર ના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે ટેન્ડર આપી બનાસકાંઠામાં પણ ભ્રષ્ટાચાર આચરે તે હેતુ થી કરોડો રૂપિયાનું ટેન્ડર આપી ને આ નવીન માર્ગ બનાવ્યો છે.

કોન્ટ્રાક્ટરના મળતીયા અધિકારી સાથે મળી હલકી ગુણવતાનું કામ કરી મસ મોટો ભ્રષ્ટાચાર આચાર્યો હોય તેવું સ્થાનિક લોકો ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. સામાજીક આગેવાન ગૌતમ છત્રાલિયા એ તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે ગંભીર સવાલો ઉભા કર્યા છે જો આ રોડની કામગીરીની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં નહીં આવે તો ઉચ્યસ્તરે રજુઆત કરશે તેવું સામાજીક કાર્યકર ગૌતમ છત્રાલિયા એ જણાવ્યું હતું. ત્યારે આ બનેલ માર્ગનું બનાસકાંઠા જિલ્લા કલેકટર એકવાર નિરીક્ષણ કરી આ ભ્રષ્ટ કોન્ટ્રકટર તેમજ મળતીયા અધિકારી સામે કડક કાર્યવાહી કરવા આવે તેવું હાલ સ્થાનિક લોકો જણાવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *