ધોળાદિવસે સુરતના જવેલર્સમાં રિવોલ્વર અને છરા લઈને ઘુસ્યા લુંટારુ, માલિકે હિંમતભેર સામનો કરી ત્રણેયને ઉભી પૂંછડીએ દોડાવ્યા- જુઓ વિડીયો

સુરત(ગુજરાત): પાંડેસરામાં જય અંબે જવેલર્સની દુકાનમાં ઘુસેલા લૂંટારુઓએ વેપારીને રિવોલ્વર બતાવી લૂંટનો પ્રયાસ કરતા હોબાળો મચી ગઇ હતી. ગ્રાહકના વેશમાં આવેલા 3 વ્યક્તિઓ ચાંદીની રિંગ…

સુરત(ગુજરાત): પાંડેસરામાં જય અંબે જવેલર્સની દુકાનમાં ઘુસેલા લૂંટારુઓએ વેપારીને રિવોલ્વર બતાવી લૂંટનો પ્રયાસ કરતા હોબાળો મચી ગઇ હતી. ગ્રાહકના વેશમાં આવેલા 3 વ્યક્તિઓ ચાંદીની રિંગ ખરીદવાના બહાને લૂંટનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વેપારીએ સામનો કરતા 3 લૂંટારુઓ અલગ-અલગ દિશામાં ભાગી ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

સંજય સોનીજે શોપના માલિક છે તેને જણાવ્યું હતું કે, સોમવારની બપોરની આ ઘટના છે. 3 અજાણ્યા વ્યક્તિઓ દુકાન બહાર બાઇક પાર્ક કરી દુકાનમાં ઘુસ્યા હતા. ચાંદીની રિંગ બતાવવાનું કહેતા મેં ડબ્બામાંથી રિંગ કાઢીને બતાવી હતી. એક રિંગ પસંદ આવી જતા ભાવ-તાલ કરી એક પછી એક દુકાનની બહાર ગયા હતા. ત્યારબાદ મોબાઈલ એપથી પૈસા લેશો એમ કહી વાત કરતા હતા.

ત્યારબાદ થોડી જ વારમાં 3 માંથી 1 એ કટ્ટો, બીજાએ ચપ્પુ અને ત્રીજાએ કોલર પકડીને બધી જવેલરી ડબ્બામાં મૂકીને આપી દેવાનું કહ્યું હતું. મેં હિંમત કરી 3 લૂંટારુઓ પર તૂટી પડ્યો હતો. દુકાનમાં જ મારા મારી કરી ત્રણેયને ધક્કો મારી દુકાન બહાર લઈ ગયો હતો. ત્યારબાદ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. જેને લઈ ત્રણેય લૂંટારૂઓ અલગ અલગ રસ્તે ભાગી હતા. લોકો અને મિત્રોએ ત્રણેયને પકડવા દોડ્યા હતા. જોકે કોઈ હાથમાં આવ્યું ન હતું. હાલ પાંડેસરા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *