રાજ્યમાંથી અવારનવાર કેટલાક કૌભાંડને લઈ સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સમાચાર સામે આવ્યા છે. સુરતમાં ફરી એકવખત નકલી ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે.
સુરતમાં આવેલ લિંબાયત પરવત વિસ્તારમાં ડુંભાલ રોડ પર આવેલ કૈલાસનગર રો હાઉસ સોસાયટીમાં નકલી ઘીનો વ્યાપાર થતો હોવાની સુમુલ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. સુમુલ ડેરીની ફરિયાદને આધારે PCBની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં નકલી ઘીનો 4.20 લાખનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો. આની સાથે જ સમગ્ર કૌભાંડ ચલાવનારને પોલીસે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાતમીના આધારે રેડ કરાઈ:
સુરતમાં સતત નકલી વસ્તુઓના વેચાણનો છેલ્લા કેટલાક સમયથી જોરશોરમાં વ્યાપાર ચાલી રહ્યો છે ત્યારે ખાણી-પીણીની વસ્તુની વેચાણ માર્કેટમાં પણ ડુપ્લિકેશન થઈ રહ્યાનું સામે આવ્યું હતું. હલકી ગુણવતાવાળી વસ્તુ માર્કેટમાં ચેડાં કરતા હોવાનું સામે આવ્યું હતું.
સુમુલ ડેરીના નામે નકલી ઘી માર્કેટમાં વેચાણ કરવાની સતત ફરિયાદ પછી પોલીસે અનેક જગ્યા પર દરોડા પાડીને કેટલાક કારખાના પકડી પાડવામાં સફળતા હાંસલ કરી છે ત્યારે આજ વધુ એક નકલી તથા મિલાવટી ઘી બનાવવાનું કારખાનું પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યુ છે.
સુરતમાં આવેલ લિબાયત વિસ્તારમાં આવેલા કૈલાસ બંગ્લો 37 નંબરમાંથી કેટલાક ઈસમો નકલી તથા મિલાવટી ઘી બનાવી રહ્યાં હોવાની જાણ પોલીસને મળતાની સાથે જ પોલીસ દ્વારા આ મામલે રેડ કરવામાં આવી હતી. જેમાં મોટા જથ્થામાં મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસે વેપાર કરનારને ઝડપી લીધો:
પોલીસને ઘટનાસ્થળ પરથી સુમુલ ડેરીના પેકિંગની થેલીઓ,નકલી ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું તેલ સહિતનો માલ-સમાન મળી આવ્યો હતો. અંદાજે 20 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પરથી ઘીનો વેપાર કરતા પ્રભુલાલ તારાચંદ મેવાડા નામના ઈસમની ધરપકડ કરવામાં આવી હતી.
તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરીને આ ઈસમ છેલ્લા કેટલાક સમયથી આ કારખાનું ચલાવી રહ્યો હતો તથા કેટલું નકલી ઘી બજારમાં વેચ્યું છે તેમજ તેની સાથે કોણ-કોણ આ વેપારમાં સામેલ છે. આની ઉપરાંત નકલી ઘી બનાવવા માટે સુમુલની નકલી બેગ ક્યાંથી લાવતો હતો, જેવા પ્રશ્ન મુદ્દે પોલીસ દ્વારા આ ઈસમની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle