સારા-સારા એન્જિનિયરો જે ન કરી શક્યા તે આ મુસ્લિમ વ્યક્તિએ કરી બતાવ્યું- પશુપતિનાથ મંદિરમાં લટકાવ્યો 3700 કિલોનો ઘંટ

મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના મંદસૌર(Mandsaur)માં આવેલા પશુપતિનાથ મંદિર(Pashupatinath Temple)માં 3700 કિલોનાં ઘંટની સ્થાપના કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દેશનો સૌથી ભારે ઘંટ…

મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના મંદસૌર(Mandsaur)માં આવેલા પશુપતિનાથ મંદિર(Pashupatinath Temple)માં 3700 કિલોનાં ઘંટની સ્થાપના કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દેશનો સૌથી ભારે ઘંટ છે. આ મહાન ઘંટના નિર્માણ માટે લોકોના ઘરેથી તાંબા અને પિત્તળના જૂના વાસણો દાનમાં આપવામાં આવ્યા હતા અને લગભગ 3 વર્ષ પછી આ ઘંટ બનીને તૈયાર થયો હતો. છેલ્લા બે વર્ષથી તેને મંદિરના પરિસરમાં રાખવામાં આવ્યો હતો. કારણ કે તે 37 ક્વિન્ટલના આ ઘંટને લટકાવવાનું જોખમ લેવા માંગતા ન હતા.

આ દરમિયાન મંદસૌરના કલેક્ટર ગૌતમ સિંહે તેને મંદિરમાં સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો અને નહરુ ખાન નામના વ્યક્તિને બોલાવ્યા. તે માણસે મંદિરમાં ઘંટ લટકાવવા માટે દસ દિવસનો સમય માંગ્યો હતો. નહરુ ખાને આખરે પોતાના મગજનો ઉપયોગ કરીને આ કામ પૂર્ણ કર્યું છે.

ઘંટને લટકાવ્યા પછી તેને વગાડનાર સૌ પ્રથમ નાહરુ ખાન ઉપરાંત,ધારાસભ્ય યશપાલ સિંહ, કલેક્ટર ગૌતમ સિંહ અને ખાંટા સમિતિના દિનેશ નાગર જોડાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ મંદસૌરમાં કોઈ મોટું કામ અટકે છે ત્યારે બીજા ધોરણ સુધી ભણેલા નાહરુ ખાન જ કામમાં આવે છે.

ઘંટા અભિયાન સમિતિના સભ્ય દિનેશ નાગરે જણાવ્યું હતું કે, 150 જેટલા વિવિધ વિસ્તારોમાંથી લોકોના ઘરેથી જૂના પિત્તળ અને તાંબાના વાસણો એકત્ર કરવામાં આવ્યા હતા અને શિવઘંટાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અગાઉ ટાર્ગેટ 21 ક્વિન્ટલનું વજન રાખવામાં આવ્યું હતું, પરંતુ લોકોના ઘરેથી એટલા જૂના વાસણો શ્રદ્ધા સ્વરૂપે દાનમાં આપવામાં આવ્યા કે તેનું વજન 37 ક્વિન્ટલ સુધી પહોંચી ગયું.

તેમજ કલેક્ટર ગૌતમ સિંહે જણાવ્યું હતું કે, તેમની પોસ્ટિંગ પહેલાં જ એક સમિતિએ ગામડે ગામડે ફરીને લગભગ 40 ક્વિન્ટલ તાંબુ અને પિત્તળ એકત્રિત કર્યું હતું. આ ઘંટ લગભગ 2 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો પરંતુ તેની સ્થાપના કરવામાં આવી ન હતી. હવે તેની સ્થાપના થઈ ગઈ છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા માટે મુખ્યમંત્રી આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *