વિદેશોમાં જાહેરમાં શરીર સબંધ બાંધવા કઈ નવું નથી, પરંતુ જો ભારતમાં આવું થયું હોય તો તમને જાણ છે કે શું હાલ થાય. હાલ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક દંપત્તિને અચાનક એવું સુરાતન ચડ્યું કે, જાહેરમાં જ શરીર સબંધ બાંધવા લાગ્યા હતા, એ પણ જમીનથી ૧૭૫ ફૂટ ઉંચે… જી હા તમે બરાબર જ સાંભળ્યું. ખરેખરમાં અમેરિકાના ઓહિયો સ્ટેટના એક એમ્યુઝમેન્ટ પાર્કમાં આ ઘટના બની હતી.
એક દંપતી એમ્યુઝમેન્ટ પાર્કમાં ચકડોળમાં આનંદ લઈ રહ્યું હતું. પછી થોડા સમયમાં દંપતીએ ચકડોળમાં જ સંબંધ બનાવવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન ઘણા લોકો અને કેટલાક બાળકો પણ નજીકમાં હાજર હતા. બાળકો અને અન્ય લોકો આ દ્રશ્યો જોઇને ચોંકી ઉઠ્યા હતા. ચકડોળ માંથી નીચે ઉતર્યા પછી પોલીસે દંપતીની ધરપકડ કરી હતી.
4 સાક્ષીઓએ પોલીસને કહ્યું કે તેઓએ એક દંપતીને શરુ ચકડોળમાં સંબંધ બાંધતા જોયા છે. આ ઘટના યુએસએના ઓહિયોમાં સીડર પોઇન્ટ એમ્યુઝમેન્ટ પાર્કની છે. આમાંના બે સાક્ષીઓ તો સગીર બાળક છે. તે બંને દંપતીની નીચે ચોગઠામાં હતા. તમને જાણી ને નવાઈ લાગશે કે, જયારે દંપતી શરીર સુખ માણી રહ્યા હતા ત્યારે તેઓ જમીનથી ૧૪૫ ફૂટ ઉંચે હતા.
પોલીસની સામે, આ દંપતીએ પ્રથમ તેમની સામેના આક્ષેપોનો ઇનકાર કર્યો હતો. સાક્ષીઓના કહેવા છતાં આ કપલ્સ વાતની કબુલાત નહોતી કરી રહ્યા, અને ભાતભાતના બહાનાઓ પોલીસને આપી રહ્યા હતા. અહેવાલ મુજબ, ૩૨ વર્ષીય હિથરે પોલીસને કહ્યું હતું કે તે ડ્રેસની અંદર શોર્ટ્સ પહેરે છે અને રાઇડ્સ દરમિયાન કાર્ટમાં તેની પાસેથી સિગારેટ પેક પડ્યો હતો. 24 વર્ષીય ડેવિડ (પત્ની) તેને સિગારેટ પેક કાઢવામાં મદદ કરી રહી હતી. દંપત્તિનું આ બહાનું સાંભળીને પોલીસ ઘૂમરીએ ચડી ગઈ હતી. જો કે, થોડા સમય પછી, દંપતીએ સ્વીકાર્યું કે તેઓ સંબંધ બનાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.