ઓનલાઈન ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમમાં કેમેરો બંધ કરવાનું ભૂલી ગયા કપલ અને સતત 45 મિનીટ કેમેરા સામે માણ્યું સુખ

તાજેતરના સમયમાં, ઓનલાઈન મીટિંગ્સ (Online meetings) નું વલણ ખુબ વધ્યું છે, જ્યાં લોકો વર્ચ્યુઅલ રીતે એકબીજા સાથે જોડાય છે. પરંતુ એક કપલ સાથે ઓનલાઈન મીટિંગ દરમિયાન એવી ભૂલ થઈ ગઈ, જેના કારણે તેમને બધાની સામે શરમથી લાલ થઇ જવાનો વારો આવ્યો હતો.

વાસ્તવમાં, આ દંપતી ઝૂમ કોલ દ્વારા યહૂદીઓના (Bat Mitzvah of Temple Beth El) ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યું હતું. આ કાર્યક્રમમાં અન્ય ઘણા લોકો પણ હાજર રહ્યા હતા. કપલ સિવાય, બધાએ પોતપોતાના કેમેરા અને સ્પીકર ચાલુ કર્યા હતા. દંપતીએ વિચાર્યું કે તેઓ મ્યૂટ છે અને તેમનો વીડિયો પણ બંધ છે.

પરંતુ અહીં જ તેણે મોટી ભૂલ કરી. ખરેખર, ઝૂમ કોલ દરમિયાન કપલનો વીડિયો ચાલુ હતો અને કેમેરામાં તેમની ખાનગી પળો રેકોર્ડ થઈ રહી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ કપલ 45 મિનિટ સુધી રોમાન્સ કરતા રહ્યા. તેને ખ્યાલ પણ ન હતો કે તેનો કેમેરો ચાલુ છે.

જો કે, આ દરમિયાન કેટલાક લોકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કપલે તેના પર ધ્યાન ન આપ્યું. આ મામલે જ્યારે કોઈએ તેમને પર્સનલ મેસેજ કર્યો તો કપલ શરમાઈ ગયું. ઘટના અમેરિકાના મિનિયાપોલિસની છે. દંપતીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. વીડિયોમાં કપલ રોમાન્સ કરતા અને રૂમમાં નગ્ન અવસ્થામાં ફરતા જોવા મળ્યા હતા.

જો કે, આ પહેલી ઘટના નથી કે જેમાં કોઈ કપલ ઝૂમ કોલ દરમિયાન આવી હાલતમાં જોવા મળ્યું હોય. આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. ખરેખર, કોરોના સમયગાળા દરમિયાન ઓનલાઈન મીટિંગ્સનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. લોકો શારીરિક વાતચીત કરતાં વર્ચ્યુઅલ મીટિંગ પર વધુ ભાર આપી રહ્યા છે, જેથી કોવિડના ખતરાને ટાળી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *