કોરોના મહામારીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે લાખો લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચુક્યા છે. કોરોનાથી મૃત્યુ પામ્યા બાદ સ્મશાનમાં પણ લાઈનો જોવા મળી હતી. ગુજરાતમાં ગુરુવારના રોજ 4021 નવા કેસ નોંધાયા છે અને 2197 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં સુરત શહેરમાં 14, અમદાવાદ શહેરમાં 8 અને જિલ્લામાં 1, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો અને વડોદરા શહેરમાં 2-2, અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર અને વડોદરા જિલ્લાના 1-1 મળી કુલ 35 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.
આની સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 20 હજારને પાર થઈ ગયો છે. કોરોનાને લીધે અનેક પરિવારના માળા વિખેરાઈ ગયાં છે ત્યારે કુટુંબના મૉભી તેમજ વડીલ એવા નવીનભાઈ હરિલાલ મહેતા અને પ્રફુલાબહેન નવિનચંદ્ર મહેતા એમ દંપતીને એકસાથે જ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
જેથી એમને સારવાર અર્થે શહેરની DHS હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. એક જ દિવસે વેન્ટીલેટર ઉપર મુકીને એક જ દિવસે ફક્ત 13 કલાકના અંતરે બન્નેએ દેહ મૂકી દીધો હતો. આપને જણાવી દઈએ કે, તેમના દીકરા દુબઇ હતાં જ્યાં એમને પણ કૉરૉના પોઝીટીવ આવ્યો હતો.
તેમની દિકરીને પણ હાલમાં કૉરૉના છે પણ ખુબ ઓછી અસર જોવા મળી છે જેથી ટ્રીટમેન્ટ હાલમાં ચાલુ છે. નવીનભાઈનાં ભાઈ વિપીનભાઇ હરિલાલ મહેતા ત્રિશુલ ન્યુઝનાં વાચક હોવાથી એમણે પોતાની વ્યથા જણાવી હતી. હાલમાં સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો છે તેમજ શોકનું મોજું ફરી વળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.