સુરતની આ પ્રાઈવેટ હોસ્પિટલને રાજ્ય સરકારે ફાળવ્યા 10000 Remdesivir ઈન્જેકશન, સિવિલને મળશે માત્ર 2500

સુરત માહિતી ખાતા તરફથી મળતી જાણકારી અનુસાર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલ ને 10 એપ્રિલની સાંજ સુધીમાં 10 હજાર નંગ રેમડીસિવિર (Remdesivir)…

સુરત માહિતી ખાતા તરફથી મળતી જાણકારી અનુસાર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલ ને 10 એપ્રિલની સાંજ સુધીમાં 10 હજાર નંગ રેમડીસિવિર (Remdesivir) ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવશે. આ રેમડીસિવિર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સુરત માટે ખાસ કિસ્સા માં આસામ ના ગુઆહાટી થી એર લિફ્ટ કરીને સુરત પહોચાડવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેકટરને 2500 રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડી દીધા છે. આમ કોરોના સંક્રમણ સામે નાગરિકોની આરોગ્ય રક્ષા માટે રાજ્ય સરકારે એક જ દિવસમાં સુરત માટે કુલ 12હજાર 500 રેમડીસિવિર ઇન્જેક્શન ફાળવ્યા છે. પરંતુ ગઈકાલે રાત્રે સુરત કલેકટરે સુરત સિવિલ તરફથી સુરતની પ્રાઈવેટ હોસ્પિટલને ફાળવવામાં આવતા રીઝર્વ સ્ટોક સિવાયના ઇન્જેક્શન પર રોક લગાવી દીધી છે. જ્યારે બીજી તરફ સુરત ભાજપ દ્વારા દર્દીઓને 5000 ઇન્જેક્શન વિના મુલ્યે અપાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રેમડેસિવીર ઇન્જેક્શન્સનો વપરાશ ખૂબ જ વધ્યો છે. ગયા મહિને સમગ્ર માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં 1,63,716 રેમડેસિવીર ઇન્જેક્શન્સની જરૂર પડી હતી. એપ્રિલ મહિનામાં ઇન્જેક્શન્સની વધુ જરુરીયાત ઉભી થઈ ત્યારે રાજ્ય સરકારે આગોતરુ આયોજન કરીને રેમડેસિવીરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કર્યા છે. અત્યારે એપ્રિલ મહિનાના આ નવ દિવસોમાં જ 1,70,738 રેમડેસિવીર ઇન્જેક્શન્સ નાગરિકોની સેવા માટે ઉપલબ્ધ કરાયા છે. રાજય સરકારના પ્રયત્નોથી રેમડેસિવીરનો ખૂબ મોટો જથ્થો ગુજરાતને મળી રહ્યો છે.  રાજ્ય સરકારે 3 લાખ ઇન્જેક્શન્સ ખરીદવાનો ઓર્ડર આપી દીધો છે, અને વરિષ્ઠ અધિકારીઓના પ્રયાસોથી નિયમિત રીતે રેમડેસિવીર ઇન્જેક્શન્સ ઉપલબ્ધ થઈ રહ્યા છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી ડૉ. હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે, ભારતમાં રેમડેસિવીર ઇન્જેક્શન્સના માત્ર છ ઉત્પાદકો છે, જે તમામ મળીને પ્રતિદિન ૩ થી ૪ લાખ ઇન્જેક્શન્સનું ઉત્પાદન કરે છે અને આખા દેશની માંગણીને પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે. આવી પરિસ્થિતીમાં રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાતમાં માત્ર નવ દિવસમાં 1,70,738 ઈન્જેકશન્સ મળ્યા છે. ગુજરાતની ઇન્જેક્શન્સની જરૂરિયાતને પહોંચી વળવા પૂરતું આયોજન કરાયું છે અને હવે ધીમે ધીમે પરિસ્થિતિ હળવી થઇ રહી છે.

ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં કોર કમિટીની બેઠકમાં રેમડેસિવીર ઇન્જેક્શન્સની પ્રતિદિન સમીક્ષા કરવામાં આવી હતી અને રેમડેસિવીર ઇન્જેક્શન્સ વધુમાં વધુ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવી વાત કરવામાં આવી હતી. ગુજરાતમાં રેમડેસિવીર ઇન્જેક્શન્સની ઉપલબ્ધિ સરળ થઇ રહી છે. ગઈકાલે વધુ 24,687 ઇન્જેક્શન્સ ગુજરાતમાં ટ્રેડ સપ્લાયમાં અને રાજ્ય સરકારના ઉપયોગ માટે ઉપલબ્ધ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *