આંખે અંધારા લાવી દેતો અકસ્માત- મમ્મી પપ્પા નીચે પડી ગયા પણ નાનકડું બાળક ગાડી પર જ અડધો કિમી સુધી…

વાયરલ(Viral): અવારનવાર સોશિયલ મીડિયા(Social media) પર અનેક અકસ્માત(Accident)ના વિડીયો વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. ત્યારે હાલમાં જ એક આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે,…

વાયરલ(Viral): અવારનવાર સોશિયલ મીડિયા(Social media) પર અનેક અકસ્માત(Accident)ના વિડીયો વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. ત્યારે હાલમાં જ એક આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે, જેને જોઇને સૌ કોઈના રુવાડા બેઠા થઇ જશે. આ વિડીયોમાં તમે જોઈ  શકો છો કેમ એક કપલ અચાનક બાઈક પરથી નીચે પડી જાય છે. પરંતુ બાઈકમાં આગળ બેઠેલું નાનું બાળક અડધા કિલોમીટર સુધી બાઈક સાથે જ ચાલ્યું જાય છે, વિડીયોને જોતા એવું લાગે છે કે, મમ્મી-પપ્પા નીચે પડી ગયા બાદ બાઈક બાળક ચલાવી રહ્યું છે.

આ વિડીયોને એક યુઝર દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો રસ્તા પર જઈ રહેલા એક કારના કેમેરામાં રેકોર્ડ થઇ ગયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, એક બાઈક ઝડપથી પસાર થઇ રહી છે. આ બાઈક પર એક કપલ અને તેની આગળ એક બાળક બેઠું છે. આ બધાની વચ્ચે એક સ્કુટી સાથે ટક્કર થયા બાદ બાઈક ઉપર બેઠેલું કપલ સંતુલન ગુમાવી દે છે અને બંને નીચે પડી જાય છે.

મહત્વનું છે કે, જોરદાર ટક્કર થયા બાદ કપલ તો નીચે પડી જાય છે પરંતુ બાળક જરા પણ હલતું નથી અને તે બાઈક સાથે જ સીધું ચાલ્યું જાય છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, બાઈકની બંને બાજુ રોડ પર ટ્રક અને કાર ચાલી રહી છે. આ દરમિયાન બાઈક સીધે સીધી જવા લાગે છે.

આ વિડીયો પરથી કહી શકાય કે, રામ રાખે તેને કોણ ચાખે. આગળ જઈને બાઈક જાતે જ ધીમી પડી જાય છે અને ડિવાઈડર સાથે અથડાય જાય છે અને બાળક ડિવાઈડર પર રહેલી ઘાસ પર પડી જાય છે. એટલે બાળકના મમ્મી-પપ્પા અને બાળક ત્રણેય સુરક્ષિત રહે છે. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી પહોચે છે અને બાળકને ઉઠાવે છે. આ વિડીયો તો જુનો લાગી રહ્યો છે, પરંતુ હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *