Surat માં લજવાયા ગુરુ-શિષ્યોના સબંધો; ટ્યૂશન શિક્ષકે આઠ વર્ષના વિદ્યાર્થીને બાથરૂમમાં લઇ જઈ…

શિક્ષણ જગતને કલંકિત કરતો એક કિસ્સો સુરત (Surat) થી સામે આવ્યો છે. આઠ વર્ષીય વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસીસના શિક્ષકે બાથરૂમમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું…

શિક્ષણ જગતને કલંકિત કરતો એક કિસ્સો સુરત (Surat) થી સામે આવ્યો છે. આઠ વર્ષીય વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસીસના શિક્ષકે બાથરૂમમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. વિદ્યાર્થીના માતા પિતાએ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે. ત્યાર બાદ પોલીસે શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધયો અને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં આવેલા ડીંડોલી વિસ્તારમાં 8 વર્ષીય વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકે કર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બાળક ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ માટે આવ્યું હતું. ત્યારે શિક્ષકે ક્લાસીસમાં આવેલા બાથરૂમમાં વિદ્યાર્થીને લઇ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

આ સમગ્ર બનાવની જાણ બાળકના માતા-પિતાને થઇ હતી. જેમાં બાળકના પરિવારજનો એ આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ મથકમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષક ગણેશ આહિર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

વિદ્યાર્થીએ સમગ્ર ઘટના વિષે ઘરે જઈને માતા-પિતાને જણાવ્યું ત્યારે પરિવારજનો સમગ્ર ઘટના વિષે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુધ ફરિયાદ નોધાવી હતી. ડીંડોલી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થીની માતાએ જણાવ્યું કે, 5 જાન્યુઆરીના રોજ સાડા ચારથી 6 વાગ્યાના સમય ગાળા દરમ્યાન ટ્યુશન કલાસીસના શિક્ષકે બાળકને કલાસીસના બાથરૂમમાં લઇ જઈ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. પોલીસે શિક્ષકની ધરપકડ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *