સુરતમાં જીવના જોખમે બ્રિજની પાળી પર ચડી યુવકે કર્યા એવા સ્ટંટ કે, જોનારાઓની ચીસો નીકળી ગઈ

Viral Stunt Video Surat: ગુજરાત રાજ્યમાં આવેલું Surat શહેર ડાયમંડ શહેરની સાથે સાથે બ્રિજ સિટી તરીકે પણ ઓળખાય છે. ઘણા યુવકો Surat શહેરના બ્રિજ પર…

Viral Stunt Video Surat: ગુજરાત રાજ્યમાં આવેલું Surat શહેર ડાયમંડ શહેરની સાથે સાથે બ્રિજ સિટી તરીકે પણ ઓળખાય છે. ઘણા યુવકો Surat શહેરના બ્રિજ પર ઓવરસ્પીડથી ગાડી ચલાવી સ્ટંટ કરતા સમયાંતરે જોવા મળતા જ હોય છે. ત્યારે આજે અવી વધુ એક ઘટના સામે આવી છે. Surat માં આવેલા કાપોદ્રા વિસ્તારમાં યુવક બ્રિજની પાળી પર ચાલીને જોખમી સ્ટંટ કરતો હોય તેવો એક વીડિયો વાઈરલ થાય રહ્યો છે. આ ઘટનાને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. હજુ સુધી કોઈ માહિતી મળી નથી કે એ યુવક કોણ છે. આ વીડિયો પોલીસ પાસે પહોંચતા યુવકની શોધખોણ હાથ ધરી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

એક યુવક Surat ના કાપોદ્રા વિસ્તારમાં બ્રિજ પર સ્ટંટ કરતો હોવાનો એક વીડિયો ખુબજ વાઈરલ થયો છે. વીડિયો વાઈરલ થયા બાદ ચર્ચાઈ રહ્યું છે કે, આ વીડિયો કાપોદ્રા વિસ્તારનો છે. આ વાઈરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક બ્રિજની પાળી પર બિંદાસ રીતે ચાલી રહ્યો છે, જાણે તેને મોતનો પણ ડર ન હોય. આ વીડિયોમાં યુવક બ્રિજની પાળી પર બેખોફ થઈને ચાલી રહ્યો છે. બ્રિજની ઊંચાઈ જોતા જો આ યુવક બ્રિજ પરથી નીચે પટકાય તો તેનું મોત પણ થઈ શકે છે.

કાપોદ્રા વિસ્તારમાં સવારના સમયે અતિ વ્યસ્ત હોય છે. સવારના સમય દરમિયાન હીરાની ફેક્ટરીએ તેમજ કામકાજ માટે જવા માટે લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. સવારના સમયે કાપોદ્રા વિસ્તારમાં વાહનચાલકોની પણ સંખ્યા ખૂબ જ વધુ પ્રમાણમાં રસ્તા પર દેખાય છે. આ યુવક એકાએક જ કાપોદ્રા વિસ્તારના બ્રિજની પાળી પર ચાલતો દેખાતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ દિલધડક મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થતા વાહનચાલકો થોભીને જોઈ રહ્યા હતા. જેને કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો.

વાયરલ થયેલા આ વીડિયોમાં બ્રિજની પાળી પર ચાલનારો યુવક કોણ છે. તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. તે વાત અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી. પરંતુ જે રીતે યુવક બ્રિજની પાળી પર ચાલી રહ્યો છે તેને કારણે તે ખૂબ વાઈરલ થઈ રહ્યો છે અને અનેક સોશિયલ મીડિયામાં તેનો વીડિયો ફરતો થયો છે.

આ વાયરલ વીડિયો અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પી. આઈ. એમ.બી. વાછાણી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આ પ્રકારનો વાયરલ વીડિયો અમારી પાસે પણ આવ્યો હતો. તેને લઈને અમે ટીમ ઘટનાસ્થળ પર મોકલી હતી. ત્યારબાદ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, આ પ્રકારની ઘટના બની છે કે કેમ? આ વીડિયો નજીકની કોલેજના પ્રિન્સિપાલને પણ મોકલી દેવામાં આવ્યો છે. કોલેજનો સ્ટુડન્ટ છે કે અન્ય કોઈ યુવક છે તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *