પ્લેન ક્રેશમાં બચી ગયા બાદ તરત જ એક કપલે સોશિયલ મીડિયા પર પોતાની સેલ્ફી (Selfie) શેર કરી હતી. Selfie ના બેકગ્રાઉન્ડમાં ક્રેશ થયેલું ક્ષતિગ્રસ્ત પ્લેન પણ દેખાય છે. તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું – ‘જ્યારે જીવન તમને બીજી તક આપે.’ આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 13 હજારથી વધુ લોકોએ તેને રીટ્વીટ પણ કર્યું છે.
તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં દંપતી સહિત તમામ મુસાફરોના જીવ બચી ગયા હતા. 18 નવેમ્બરના રોજ, LATAM એરલાઈન્સના વિમાને પેરુની રાજધાની લિમાથી ઉડાન ભરી હતી, પરંતુ તે ટેકઓફ કરતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી. આ પછી પ્લેન ક્રેશ થયું. એરલાઇનના ક્રૂ મેમ્બર સહિત 120 મુસાફરોના જીવ બચી ગયા હતા. પરંતુ રનવે પર હાજર બે ફાયર ફાઈટરોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.
Cuando la vida te da una segunda oportunidad #latam pic.twitter.com/Vd98Zu98Uo
— Enrique Varsi-Rospigliosi (@enriquevarsi) November 18, 2022
Selfie ક્લિક કરનાર વ્યક્તિનું નામ Enrique Varsi-Rospigliosi છે. ફોટામાં તે તેની પત્ની સાથે જોવા મળી રહ્યો છે. ફોટામાં દંપતી હસી રહ્યું છે. તેના ચહેરા પર અને બેકગ્રાઉન્ડમાં સફેદ કેમિકલ દેખાય છે. દુર્ઘટનામાં LATAM એરક્રાફ્ટ આંશિક રીતે બળી ગયું હતું અને જમણી તરફ નમેલું હતું.
🚨AGORA: Avião da Latam bate em caminhão durante decolagem e pega fogo no Aeroporto Internacional Jorge Chávez, no Peru.
— CHOQUEI (@choquei) November 18, 2022
ફેસબુક પેજ A320 સિસ્ટમ્સે પણ કેપ્શન સાથે આ ફોટો શેર કર્યો, “Selfie ઓફ ધ યર, ખુશી છે કે બંને ઠીક છે.” સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે કપલના બચવાના વખાણ કર્યા. જો કે, એક વ્યક્તિએ લખ્યું, ‘શું તેઓ મૂર્ખ છે? બે અગ્નિશામકોના મૃત્યુ થયા છે અને તે બંને તેમના ફોટા ક્લિક કરવામાં વ્યસ્ત છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે બંને વિશે આટલું ખરાબ લખવાની જરૂર નથી, કદાચ તેમને ખબર નથી કે ખરેખરમાં શું થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.