3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી, હત્યા કરનારને કોર્ટે સંભળાવી આવી સજા ? જાણો વિગતે

લિંબાયત વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમ કૃત્ય કરનારને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. સુરતની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા દુષ્કર્મ અને હત્યાના આરોપી…

લિંબાયત વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમ કૃત્ય કરનારને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. સુરતની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા દુષ્કર્મ અને હત્યાના આરોપી અનિલ યાદવને ફાંસીની સજા સંભળાવી હતી. 15-10 2018ના રોજ ગુનો કરનાર આરોપી ભાગીને બિહાર જતો રહ્યો હતો. બાદમાં પોલીસે આરોપીને બિહારથી ઝડપી લીધો હતો. ચકચારી કેસમાં ગુજરાત સરકારે કેસ ઝડપી ચલાવવા તાકીદ કરી હતી. કોર્ટે 35 સાક્ષીઓ,મેડિકલ પુરાવવા, FSL પુરાવવા,સીસીટીવી ફૂટેજ વગેરે પુરાવવાના આધારે ફાંસીની સજા સંભળાવી હતી. બાળકીની માતાએ પણ ચુકાદાને આવકાર્યો હતો અને દીકરીને ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી.

બાળકીની લાશ કોથળામાં ભરી દીધી હતી

સમગ્ર કેસની વિગત એવી છે કે, ગોડાદરામાં રહેતો આરોપી અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી ત્રણ વર્ષિય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. અને માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાંખી હતી અને બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો. સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારના આદેશને પગલે સ્પિડ ટ્રાયલનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે તે સમયે સરકારે તો બે જ અઠવાડિયામાં કેસના નિકાલનો આદેશ કર્યો હતો.

આરોપી શોધખોળ કરવામાં સાથે હતો

રેપ અને હત્યા બાદ બાળકીની લાશ કોથળામાં ભરીને પોતાના ઘરમાં જ રાખ્યા બાદ સોસાયટીમાં બાળકીના માતા-પિતા અને અન્યો સાથે આરોપી અનિલ બાળકીને શોધવાનો ઢોંગ કરતો હતો.

376ના કેસમાં સુધારો બાદ ફાંસીની સજા

376ના કેસમાં તાજેતરમાં જ સુધારો કરાયો છે. જેથી બાળકીઓ પરના બળાત્કારના કેસમાં ફાંસી થઈ શકે છે. જેને પગલે આ કેસમાં બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર આરોપી અનિલ યાદવને ફાંસીની સજા કરવામાં આવી હોવાનું વકીલે જણાવ્યું હતું.

માત્ર નવ મહિનામાં કેસનો ચુકાદો

ચકચારી દુષ્કર્મ બાદ હત્યા કેસનો ચુકાદો માત્ર નવ મહિના જેટલા સમયમાં જ ચાલી ગયો હતો. 289 દિવસમાં આરોપીને તકસીરવાર ઠેરવીને આરોપીને કોર્ટે ચુકાદો સંભળાવી દીધો હતો.કોર્ટની ઝડપી કાર્યવાહીથી પણ બાળકીને ન્યાય મળ્યો હોવાનું તેમના વાલીઓએ જણાવ્યું હતું.

કોની કેવી ભૂમિકા રહી

પોલીસઃ પોલીસ એકિટવ રહી. ઘટનાના 4 જ દિવસમાં આરોપીને ઝડપી લેવાયો હતો. મુદ્દાના આધારે 9 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મહિનાની અંદર જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ઉપરાંત પુરાવા પણ એકત્રિત કર્યા હતા. તપાસકર્તા અધિકારી સહિતના જવાબદાર અધિકારીઓ પણ રોજિંદી કોર્ટ કાર્યવાહીમાં હાજર થયા હતા.

વકીલઃ સરકાર પક્ષે ધારદાર દલીલો કરવામાં આવી. આરોપીને કડક સજા થાય એની પર ફોક્સ રહ્યો. મોટાભાગે રોજ હિયરિંગ ચાલ્યુ. જાન્યુઆરીમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યો અને છ જ મહિનામાં આરોપીને સજાનો હુકમ કરાયો. સરકાર પક્ષે મખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા આ કેસમાં સ્પે. પી.પી. રહ્યા.

સરકારઃ આ એ સમય હતો જ્યારે ઉપરાછાપરી બાળકીઓ પર બળાત્કારની ઘટનાઓ બની રહી હતી. કુલ ત્રણ કેસમાં સ્પિડ ટ્રાયલના આદેશ કરાયા હતા જેમાં એક કેસ આ હતો. સરકારે બે અઠવાડિયામાં ટ્રાયલ પુરી કરવા કહ્યું હતું. આ માટે સ્પે. પી.પી.ની પણ નિમણૂંક કરાય હતી. બાળકીના પરિવારને વળતર પણ ઝડપી ચૂકવાયું હતું.

કંઇ-કંઈ બાબતો આરોપીને સજા સુધી લઇ ગઈ

35 સાક્ષીઓની જુબાની

મેડિકલ પુરાવા

સ્થળ પરના પુરાવા

પિતાની જુબાની

સીસીટીવી ફુટેજ

એફએસએલ પુરાવા

પાલેજ સ્ટેશનના સીસીટીવી ફુટેજ જ્યાં આરોપી હતો

આરોપીની કોલ ડિટેઇલ

કેસની ટૂંકી વિગત

14 ઓકટો., 2018: ગુનો બન્યો

15 ઓકટો., 2018: ગુનો જાહેર

કંઇ કલમ લગાવાઇ: 302, 376 (એ) (8), 367, 378, એટ્રોસિટી એક્ટ 3(2)(5) (5અ)

38 સાક્ષીઓની જુબાની લેવાઇ

4, નવેમ્બર, 2018 : એક મહિનામાં ચાર્જશિટ કરાઇ

એકેય પંચ હોસ્ટાઇલ થયા નહીં

71 સાક્ષીઓ દર્શાવ્યા હતા

સાત મુદ્દા પર એફએસસી અહેવાલ મેળવવામાં આવ્યા

સીસીટીવી, રેકોર્ડિંગ સહિતના ડિજિટલ પુરાવા રજૂ કરાયા

બાળકીના પિતાની જુબાની અને મેડિકલના પુરાવા મહત્વના સાબિત થયા

આરોપી ઘટનાના અઠવાડિયા બાદ નંદુરબારથી પકડાયો હતો

9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા

રિમાન્ડ બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *