મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની વિરોધ નાગપુરની એક સ્થાનિક અદાલતે સમન્સ જાહેર કર્યું છે. ફડણવીસ પર ચૂંટણીના સોગંદનામામાં તેમની સામે નોંધાયેલા બે કેસની માહિતી છુપાવવાનો આરોપ છે.
જણાવી દઈએ કે, ફડણવીસને આ બે કેસમાં બોમ્બે હાઈકોર્ટે રાહત આપી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નાગપુરની મેજિસ્ટ્રેટ કોર્ટે ફડણવીસ વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું છે. આ કેસમાં નાગપુર સદર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર મહેશ બંસોડે જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રીને સમન્સ પાઠવવામાં આવ્યું છે.
મેજિસ્ટ્રેટ એસ.ડી. મહેતાએ જણાવ્યું હતું કે, જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 125A હેઠળ દેવેન્દ્ર ફડણવીસને નોટિસ ફટકારી છે. એવું કહેવામાં આવે છે કે, ફડણવીસ વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટી બનાવના કેસ 1996 અને 1998 ના વર્ષોમાં દાખલ થયા હતા. જેમાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
જણાવી દઈએ કે, આ દરમિયાન અપાયેલા સોગંદનામામાં ફડણવીસ પર આરોપ મૂક્યો હતો, તેમણે આ બંને કેસનો ઉલ્લેખ ચૂંટણી સોગંદનામામાં કર્યો નથી. જોકે ત્યારબાદ 4 નવેમ્બરના રોજ નોટિસ ફટકારી હતી. જો આ આરોપો સાચા ઠરે તો કોર્ટ તેમને ગેરલાયક ઠેરવી શકે છે અને તેમનું વિધાનસભા સભ્ય પદ રદ્દ થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.