ગુજરાત(Gujarat): રાજ્યમાં કાળઝાળ ગરમી અનેક લોકોને પોતાના ભરડામાં લઇ રહી છે. ત્યારે આ પ્રકારની કાળજાળ ગરમીમાં પ્રસંગોમાં ઉમટી પડતી ભીડ ભારે પડતી હોય છે. ત્યારે આવું જ કઈક સુરત(Surat)ના ઓલપાડ(Olpad)ના એક લગ્નપ્રસંગમાં ડીજે પાર્ટીમાં બન્યું હતું. જેમાં લગ્નપ્રસંગમાં ડીજે પાર્ટીમાં નાચતા નાચતા જ યુવતીના પિતરાઈ ભાઈનું મોત નિપજ્યુ હતું. હોસ્પિટલમાં સારવાર મળે તે અગાઉ જ યુવકનુ નાચતા નાચતા મોત નિપજ્યુ હતુ. જેને કારણે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર, સુરતના ઓલપાડમાં યુવકનું ડી.જેમાં નાચતા નાચતા મોત નિપજ્યુ હતું. ઓલપાડના કનાજ ગામે પિતરાઈ બહેનના લગ્નના ડીજે પાર્ટીમાં નાચતા નાચતા ભાઈ નીચે ઢળી પડ્યો હતો. 19 વર્ષના સુનિલ માતા-પિતાના નિધન બાદ મોટાભાઈ સાથે રહેતો હતો. તે ખેત મજૂરી કરી આર્થિક રીતે પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે તેની પિતરાઈ બહેનના લગ્નપ્રસંગમાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજેમાં નાચતા નાચતા જ સુનિલને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો અને તે અચાનક જ જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ સુનિલને ખાનગી વાહનમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ મૃત્યુ પામ્યો હતો. સુનિલના મિત્રોએ કહ્યું કે, ચક્કર આવવાને કારણે સુનિલ બાકડા પર બેસી ગયો હતો.
સુનીલનું મોત થતા લગ્નના મંગળ ગીતો ગવાતા હતા ત્યા હવે મરશીયા ગાવાનો સમય આવી ગયો હતો. પિતરાઈ બહેનના લગ્નને બદલે ભાઈની અરથી ઉઠતા પરિવાર હિબકે ચડ્યો હતો. ભાઈનું મોત થવાને કારણે પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુરત જિલ્લામાં આ પ્રકારની ઘટનાઓ ઘટી ચુકી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.