સીઆર પાટીલના ઉત્તર ગુજરાતના પ્રવાસમાં અંબાજી મંદિર પરિસરમાં જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે. સતત અવાર-નવાર વિવાદોથી ઘેરાયેલા રહેલા સી આર પાટીલ (CR Patil) પ્રધાનમંત્રી મોદીને પણ શરમાવીને રેલીઓ…

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે. સતત અવાર-નવાર વિવાદોથી ઘેરાયેલા રહેલા સી આર પાટીલ (CR Patil) પ્રધાનમંત્રી મોદીને પણ શરમાવીને રેલીઓ કાઢી રહ્યા છે. અને હવે આ ગંભીર ભૂલના પરિણામો પણ સામે આવી રહ્યા છે. જેથી નેતાઓમાં પણ કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. તેમ છતાં આજ રોજ ફરી એક વખત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ઉત્તર ગુજરાતના પ્રવાસનો શુભારંભ કર્યો છે. જેમાં તેઓએ પહેલા તો સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે ‘માં અંબા’ના દર્શન કાર્ય હતા. અને ત્યાર બાદ ઉત્તર ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી છે. જોકે, મંદિર પરિસરમાં જ ભાજપના કાર્યકરો અને નેતાઓ ટોળે વળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોાન સામે આપેલા મંત્ર દો ગજ કી દૂરીનો ઉલાળ્યો કર્યો હતો.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તેઓએ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં જઈને મા અંબાના દર્શન કર્યા હતા. ભટ્ટજી મહારાજ દ્વારા તેઓનું ચુંદડી ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં આજથી પાટીલના પ્રવાસની શરૂઆત થાય છે. ત્રણ દિવસમાં તેઓ અંબાજી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તથા ગાંધીનગરમાં બેઠકો કરીને કાર્યકર્તાઓને મળશે. 3 દિવસમાં તમામ જિલ્લામાં કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો સાથે બેઠકો કરશે. સામાજિક તથા ધાર્મિક, સહકારી આગેવાનો સાથે પણ બેઠકો કરશે. જનસંઘ સમયના અગ્રણીઓની મુલાકાત લેશે.

સી આર પાટીલનું અંબાજીમાં ભવ્ય સ્વાગત
આજ રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ઉત્તર ગુજરાતના પ્રવાસનો શુભારંભ કર્યો છે. ત્યારે અંબાજી ખાતે ભાજપના અગ્રણીઓ અને સ્થાનિક ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા સી આર પાટીલનું સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા વગાડી, પરંપરાગત વેશભૂષામાં સાંસ્કૃતિક નૃત્યો સાથે પાટીલના અંબાજીથી શરૂ થતાં ઉત્તર ગુજરાત પ્રવાસનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંગઠનના પદાધિકારીઓ પણ જોડાયા
આજ રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સાથે મા અંબાના દર્શન દરમ્યાન પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી, સાંસદ પરબત પટેલ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ, પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હાલમાં મળતી માહિતી અનુસાર, સી. આર. પાટીલ 4 દિવસમાં 6 જિલ્લાનો પ્રવાસ ખેડશે. જેમાં બનાસકાંઠામાં અંબાજી, પાલનપુર, ડીસાની મુલાકાત લેશે. બનાસકાંઠાના સહકારી આગેવાનો સાથે બેઠક કરશે. અને આ ઉપરાંત, બનાસકાંઠામાં સહકારી ચૂંટણીને લઇને ખેંચતાણ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *