રાહુલ ગાંધી અને સોનિયાને ભ્રષ્ટાચાર કેસમાં બચાવવા કોંગ્રેસ રાજકીય રંગ આપી રહી છે: સી આર પાટીલ

ગુજરાત(Gujarat): ગઈકાલે ભારતીય જનતા પાર્ટી(BJP) ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(CR Patil) સુરત(Surat) મહાનગરમાં આવેલા તેમના કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શા માટે મતી સોનિયા ગાંધી(Sonia Gandhi) અને રાહુલ ગાંધી(Rahul Gandhi) તથા સમગ્ર કોંગ્રેસ(Congress) પાર્ટી આટલી ડરી રહી છે , શા માટે તેઓ EDની સામે જઈ તેમની વાત રજુ કરવાની જગ્યાએ તેઓ આ સમગ્ર બાબતને રાજકીય રંગ આપવાની કોશિશ કરી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીના અન્ય નેતાઓ જેમને EDની નોટિસ મળી તેઓએ ઇડી સમક્ષ જઈને પોતાની વાતની રજુઆત કરી હતી તો શા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ED સમક્ષ જઈને પોતાની વાત રજુ કરવાની જગ્યાએ પ્રજાને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે .

એક પત્રકારના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ એજન્સી સમક્ષ રજુ થઈને કલાકો સુધી સવાલોના જવાબ આપ્યા હતા કારણ કે તેઓ સાચા હતા. જયારે ભ્રષ્ટાચારમાં લિપ્ત ગાંધી પરિવાર એટલા માટે જ એજન્સીના સવાલોનો સામનો કરતા ડરે છે .

ઉપરોક્ત પ્રસંગે ભારત સરકારના રાજ્ય મંત્રી દર્શના જરદોષ, ગુજરાત રાજ્યના રાજ્ય મંત્રી મુકેશ પટેલ, સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મહામંત્રી મુકેશ દલાલ, કાળુ ભીમનાથ, સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા , ધારાસભ્ય કાંતિ બલર, વિવેક પટેલ, વી ડી ઝાલાવડિયા, ઝંખના પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ , સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *