આજે સવારે વિજય મુર્હુત માં ભાજપ ગુજરાતના નવા નિયુક્ત થયેલા અધ્યક્ષ સી આર પાટીલે પદભાર સંભાળ્યો. ત્યારે આ કાર્યક્રમની રાજકીય વિશ્લેષકો ટીકા કરી રહ્યા છે કારણકે સુરત જે રીતે કોરોના ના ભરડામાં આવ્યું છે અને સુરતના નેતાઓ મંત્રીઓ અહીની જવાબદારી છોડી ગાંધીનગર દોડી ગયા હતા.
આ કાર્યક્રમમાં દેશમાં અને ગુજરાતમાં નારેદ્ન્રા મોદીની સરકારની કામગીરી ના વખાણ કરતા સી આર પાટીલે પાકિસ્તાને યાદ કરવાનું ભૂલ્યા નહોતા. કોરોના સામેની કામગીરી બાબતે સી.આર. પાટીલ બોલ્યા કે, પીએમ મોદીએ દેશમાં વહેલું લોકડાઉન કર્યું એટલે નુકસાન ઓછું થયું. નહીં તો ગલી ગલીમાં લાશો પડી હોત. આપણે ત્યાં ભલે લોકો વિરોધ કરે, પણ પાકિસ્તાની મીડિયા મોદી સરકારના આ પગલાંઓના વખાણ કરે છે.”
આ મંચ પર તેઓએ રાહુલ ગાંધીને પણ આડેહાથે લીધા હતા. પાટીલે રાહુલ ગાંધી બાબતે કહ્યું કે, ‘રાહુલ ગાંધી બકવાસ નિવેદનો કરે છે. એવું લાગે પણ એની લોકો પર નકારાત્મક અસર થાય છે.’
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ઘણા નેતાઓ પોતાની ભાષણબાજી કરવા માટે માસ્ક વગર દેખાયા હતા. લોકોમાં રોષ છે કે નિયમોની માયાજાળ ખાલી પ્રજા માટે અને કામદારો માટે છે, નેતાઓને આ નિયમો કેમ પાલન નથી કરવા? મુખ્યમંત્રી અને કેબિનેટ અને રાજ્ય આરોગ્યમંત્રી માટે કોવીડ નિયંત્રણ સમય આપવાને બદલે પક્ષને વફાદાર રહીને ગુજરાતની સાડા છ કરોડ જનતાની સાથે દ્રોહ કરીને આજનો સમારોહ યોજ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news