કોરોના સંક્રમણ દિવસેને દિવસે વકરી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. આવા સમયે સરકારે યોગ્ય પગલા લેવાની સખ્ત જરૂરિયાત છે અને હાલ સરકાર એ અંગે સારા કાર્ય પણ કરી રહી છે. એકતરફ કોરોના દિવસેને દિવસે વધી રહ્યો છે અને લોકો ધીરે ધીરે જાગૃત થઇ રહ્યા છે. પરંતુ ભાજપ સરકારના મંત્રીઓ કોરોનામાં વધારો કેમ કરવો એ અંગે વિચાર કરી રહ્યા છે. આ અંગે કહેવાનું કારણ એટલું જ છે કે હાલ સીઆર પાટીલ કોરોના નામની વસ્તુ ગુજરાતમાં છે જ નહિ એવી રીતે સમગ્ર ગુજરાતની યાત્રા કરી રહ્યા છે. એકતરફ સરકાર કહી રહી છે કે કોરોનાના કારણે એકબીજાથી થોડું અંતર રાખો. પરંતુ આ ભાજપ પ્રમુખેતો સરકાર અને કોરોનાનો સેજમાંત્ર પણ ડર નથી એવું સાબિત કરી દીધું છે. આ માત્ર શબ્દોથી જ નહિ પરંતુ આ ઘટનાના ઘણા પુરાવાઓ પણ સોસીયલ મીડિયામાં વાયરલ થયા છે.
હાલ સોસીયલ મીડિયામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું રાજીનામુ ફરી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ બનાવેલા પ્રજા શક્તિ ફ્રન્ટના પ્રવકતા પાર્થેશ પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું રાજીનામું તૈયાર કરીને ટ્વીટર પર મૂક્યું છે. અને હાલ એ રાજીનામું સોસીયલ મીડિયામાં વાયરલ થયું છે. આ રાજીનામું તૈયાર કરવાનું કારણ પણ ચોંકાવનારૂ છે.
એક તરફ સરકાર માસ્ક વગર બહાર નીકળેલા લોકો પાસેથી હજારોના દંડ વસુલી રહી છે અને બીજીતરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાહેબ પોતે મોટી સંખ્યામાં લોકો ભેગા કરી મોટી મોટી રેલીઓ કરે છે, જેના પુરાવા રૂપે હાલમાં સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જો ખરેખર સીઆર પાટીલ ને દેશના લોકો પ્રત્યે થોડો પણ પ્રેમ અથવા લાગણી હોય તો તેઓએ લોકોને એમ કહેવું જોઈએ કે, “હાલ કોરોના મહામારી છે તો દરેક લોકોના સ્વાસ્થ્ય સારા રહે એ માટે આપ સૌ લોકો ઘરે જ રહો,” પરંતુ આવું કહેવાના બદલે આજે જે થઇ રહ્યું છે એ આજે ગુજરાતનો દરેક નાગરિક જોઈ રહ્યો છે.
હાલ એક તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઇ છે, આ તસ્વીર સીઆર પાટીલ દ્વારા કાઢવામાં આવેલી એક મોટી રેલીની છે. આ ફોટો જોઇને એવું લાગી રહ્યું છે આ તસ્વીર કોરોના પહેલાની છે, આવું કહેવાનું કારણ માત્ર એટલું છે કે આ તસ્વીરમાં જેરીતે લોકો દેખાઈ રહ્યા છે. એવી ભીડ તો કોરોના પહેલા જ થતી હતી. પણ તમને જણાવી દઈએ કે આ તસ્વીર હાલના સમયની જ છે. કોરોના વચ્ચે જેમણે પોતાના નાગરિકો સ્વસ્થ કેવી રીતે રહે?, પોતના રાજ્યને કોરોનાથી કેવી રીતે બચાવવું આવા વિચારો કરવાની જગ્યાએ નાગરિકોના જીવ જોખમમાં મૂકી મોટી મોટી રેલીઓ કરી રહ્યા છે. આ વાયરલ થયેલી તસ્વીરમાં કેટલાય લોકો માસ્ક વગરના દેખાઈ રહ્યા છે. તો હાલમાં મોટો સવાલ એ છે કે શું આ લોકો પાસેથી માસ્કના 1000 રૂપિયાનો દંડ લેવામાં આવશે કે શું?
સીઆર પાટીલે એક મહત્વનો નિર્ણય લીધો હતો, આ નિર્ણય પાટીલે ભવિષ્ય માટે લીધો હતો, સીઆર પાટીલે કહ્યું હતું કે, જો 2022ની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 182માંથી એકપણ સીટ ઓછી મળશે તો હું તરત જ મારા પદેથી રાજીનામું આપી દઈશ. એટલે કે જો 181 બેઠકો પણ આવશે તો સીઆર પાટીલ રાજીનામું આપી દેશે.
આમતો પહેલેથી ભાજપ સરકાર લોકોને પોતાની તરફ આકર્ષવા માટે મોટી મોટી વાતો કરતી આવી રહી છે એ વાત આજે સમગ્ર દેશ જાણી રહ્યો છે. અને હાલ પણ એ જ નીતિથી ભાજપ પોતાના પગ સરકાર તરીકે ટકાવવા માંગે છે. સીઆર પાટીલે 20 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ભારતીય જનતાના આગેવાનો અને કાર્યકરોની સભામાં આ મોટી વાત કરી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews