મોટા સમાચાર: દિવાળી પર ફટાકડા ફોડવાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

દિવાળી(Diwali 2022)ના દિવસને હવે થોડા દિવસો જ બાકી છે ત્યારે દિવાળી અને નવા વર્ષના તહેવારની ખરીદી માટે બજારોમાં ભારી ભીડનો માહોલ જામી ગયો છે. ત્યારે…

દિવાળી(Diwali 2022)ના દિવસને હવે થોડા દિવસો જ બાકી છે ત્યારે દિવાળી અને નવા વર્ષના તહેવારની ખરીદી માટે બજારોમાં ભારી ભીડનો માહોલ જામી ગયો છે. ત્યારે આવામાં રાજકોટ(Rajkot) અધિક કલેક્ટર દ્વારા ફટાકડા ફોડવાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ(Fireworks ban) મૂકી દેવામાં આવ્યો છે. અધિક કલેક્ટર કે.બી ઠક્કર દ્વારા પ્રદૂષણ(Pollution) રોકવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓનલાઇન ફટાકડા વેચવા પર પ્રતિબંધ:
મહત્વનું છે કે, સાથે જ આ જાહેરનામામાં ઇ-કોમર્સ વેબસાઈટ અને ઓનલાઇન તમામ ફટાકડા વેચવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેરનામાં મુજબ કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં તેમજ રાખી શકાશે નહીં અથવા વેચાણ કરી શકાશે નહીં. આ જાહેરનામાનો અમલ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરવામાં આવશે.

9 નવેમ્બર, 2022 સુધી અમલમાં રહેશે જાહેરનામું:
જાહેરનામા અનુસાર, નેશનલ હાઈવે – 8(બી) પર આવેલા શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર તથા મેટોડા GIDC વિસ્તારની 500 મીટરની હદમાં તથા જ્વલનશીલ પદાર્થના સંગ્રહના સ્થળથી 100 મીટરની હદમાં દારૂખાનું કે ફટાકડા ફોડવા પર પતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે હોસ્પિટલ, નર્સીંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન  ગણવામાં આવશે. અહીં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ જાહેરનામું 9 નવેમ્બર, 2022 સુધી લાગુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પણ આવનારા દિવાળીના તહેવારને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ શહેરમાં રાત્રીના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશો. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ ઓનલાઈન ફટાકડાની ખરીદી કે વેચાણ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બજાર, શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *