દિવાળી પર વાવાઝોડાનો ખતરો- હવામાન વિભાગે કહ્યું, વરસાદની સાથે પડશે હાડ થીજાવતી ઠંડી

જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડી(Bay of Bengal)ની ઉપરના મંડળમાં એક નવુ વાવાઝોડા(Storm)નો ખતરો તોળાઈ રહ્યો છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો…

જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડી(Bay of Bengal)ની ઉપરના મંડળમાં એક નવુ વાવાઝોડા(Storm)નો ખતરો તોળાઈ રહ્યો છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો અરબ સાગરમાં પણ કર્ણાટક અને કોંકણ તટ પાસે પણ નવા વાવઝોડાનું દબાણ સર્જાઈ રહ્યું છે. આવિ પરિસ્થિતિથીના કારણે દેશના કેટલાક રાજ્યમાં વરસાદ(Rain forecast)ની શક્યતાઓ હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા સેવવામાં આવી રહી છે.

ભારતના હવામાન વિભાગની માહિતી અનુસાર, દક્ષિણી-પશ્રિમમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે પરંતુ ત્યા ફરીથી વરસાદની શક્યાતાઓ પણ સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વર્તમાનમાં ચોમાસાની રેખા બિહારના રક્સૌલ, ઝારખંડના ડાલ્ટનગંજ અને મધ્ય પ્રદેશના છિંદવાડા તેમજ મહારાષ્ટ્રના જલગાંવમાંથી પસાર થઈ રહી છે. હવામાન વિભાગ અનુસાર, ઝારખંડમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશની સરહદે આવેલા ગઢવા, પલામુ, હજારીબાગ, ચતરા, લાતેહાર અને કોડરમાં આજે ચોમાસું ફરી પાછું ફર્યું હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આગામી ત્રણ દિવસમાં અન્ય વિસ્તારોમાં ચોમાસાનો માહોલ જામશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, બંગાળાની ખાડી પર નીચલા ટ્રોપોસ્ફિયરમાં એક નવું વાવાઝોડાનું દબાણ કેન્દ્ર સર્જાય રહ્યું છે. બીજી બાજુ અરબી સમુદ્રમાં કર્ણાટક અને કોંકણ કિનારે નાનો ટ્રોપોસ્ફિયરમાં નવું ચક્રવાતી દબાણ કેન્દ્ર સર્જાય રહ્યું છે. આ બંને કારણેના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહે દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો વાત કરવામાં આવે તો કોંકણ, કર્ણાટક, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ ઉપરાંત ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગંગાના મેદાની વિસ્તાર, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આવતા અઠવાડિયામાં વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં આવતા સપ્તાહના મધ્ય સુધીમાં એટલે કે 18 અને 19 ઓક્ટોબરે વરસાદની શક્યતાઓ છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, તેના કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાન વધુ ઘટશે અને ઠંડીનું જોર વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *