કોરોનાથી બચવા માટેનું મોંઘુ સેનેટાઈઝાર બનાવો 10 રૂપિયામાં ઘરે

કોરોનાનો ચેપ અલગ લગ દેશો સહિત ભારતમાં પણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં આ વાયરસથી અત્યાર સુધીમાં 30 લોકો પ્રભાવિત હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.…

કોરોનાનો ચેપ અલગ લગ દેશો સહિત ભારતમાં પણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં આ વાયરસથી અત્યાર સુધીમાં 30 લોકો પ્રભાવિત હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. વધતા વાયરસ પર રોક લગાવવા માટે ડોક્ટર્સે લોકોને ભીડભાડ વાળી જગ્યાઓ પર ન જવાની સલાહ આપી છે. સાથે જ જ્યારે પણ બહાર જાવ ત્યારે માસ્ક પહેરો અને હાથને હેન્ડ સેનિટાઇઝરથી સાફ કરવાની સલાહ આપી છે.

ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતો કોરોનાને રોકવા માટે સ્વચ્છતા જાળવવા રાખવા સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને, હાથની સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુસાફરી દરમિયાન અને કામ કરતી વખતે તમારા હાથને વારંવાર સાબુથી ધોવા શક્ય નથી. આવી સ્થિતિમાં, સેનિટાઇઝર એ વધુ સારો વિકલ્પ છે, પરંતુ આપણે તેની ગુણવત્તા વિશે શંકાશીલ રહીએ છીએ. તેવામાં કોરોનાના કહેર વચ્ચે સ્થિતિ એવી છે કે માર્કેટમાંથી હેન્ડ સેનિટાઇઝર ગાયબ થઇ રહ્યાં છે. તેમાં ચિંતા કરવાની કંઈ વાત નથી. તેવામાં તમે ઘરે જ ફક્ત 3 મિનિટની અંદર સેનિટાઇઝર બનાવી શકો છો. આ હેન્ડ સેનિટાઇઝર બિલકુલ નેચરલ છે અને હાથો પર માર્કેટ જેવા સેનિટાઇઝર જેટલુ જ પ્રભાવી છે.

ઘરે હેન્ડ સેનિટાઇઝર તૈયાર કરવા માટે તમારે વધુ સામગ્રીની જરૂર નહી પડે. આ વસ્તુઓ તમને સરળતાથી ઉપલબ્ધ થઇ જશે. તેના માટે તમારે વધુ મહેનત નહી કરવી પડે.

સામગ્રી ની યાદી :-

સ્ક્વીઝ બોટલ

એલોવેરા જેલ

ગુલાબ જળ

લવન્ડર ઑઇલ

ટી ટ્રી ઑઇલ

કઈ રીતે બનાવશો ?

તેના માટે સૌથી પહેલા એક સ્ક્વીઝ બોટલની તમને જરૂર પડશે. તેમાં તમે એલો વેરા જેલ ભરો અને ધ્યાન રાખો કે બોટલ ઉપર સુધી ન ભરાય.

જો એલોવેરા જેલ વધુ જાડુ હોય તો તમે તેમાં ગુલાબ જળ મિક્સ કરી શકો છો.

તે બાદ આ મિશ્રણમાં ટી ટ્રી ઑઇલના 5 ડ્રોપ્સ મિક્સ કરો.

તે બાદ તેમાં લવન્ડર ઑઇલના 6-7 ડ્રોપ્સ મિક્સ કરો.

હવે બોટલને બંધ કરીને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લો.

તમારુ હોમ મેડ સેનિટાઇઝર તૈયાર છે.

સેનિટાઇઝર બનાવતી વખતે રાખો આ સાવધાની :-

હેન્ડ સેનિટાઇઝર (Sanitizer) તૈયાર કરતી વખતે કેટલીક સાવધાનીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. જેમ કે જે વસ્તુઓનો ઉપયોગ તમે આ લિક્વીડને મિક્સ કરવામાં કરી રહ્યાં છો, તો સારી રીતે સાફ હોય.

જો ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ ગંદી હશે તો આખુ સેનિટાઇઝર અસરકારક નહી રહે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, મિશ્રણ બાદ લિક્વીડને ઓછામાં ઓચા 72 કલાક સુધી મુકી રાખવુ જોઇએ. તેનાથી જો મિક્સિંગ દરમિયાન જો કોઇ બેક્ટેરિયા પેદા થયા હોય તો તો મરી જાય ચ.

સેંટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, સેનિટાઇઝરને અસરકારક બનાવવુ હોય તો તેમાં ઓછામાં ઓછા 60 ટકા આલ્કોહોલ હોવુ જોઇએ.

99 ટકા આઇસોપ્રોપિલ આલ્કોહોલ વાળા મિશ્રણનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ મનાય છે. પીવાના આલ્કોહોલ જેવા કે વોડકા, વ્હીસકી વગેરે તેમાં અસરકારક નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *