સુરત(ગુજરાત): સીસીટીવીમાં પાંડેસરા-વડોદની એક સોસાયટીમાં 2 પાડોશીઓ વચ્ચે મારામારીની ઘટનાના કેદ થતા ચર્ચાનો વિષય બન્યો છે. પાડોશીએ ક્રિકેટ રમવાની ના પાડતા પિતાને ફોન કરીને મિત્રો દ્રારા પાડોશીઓની જ જાહેરમાં ધુલાઈ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં માતા દીકરીને બચાવવા પડી હતી ત્યારે માતાને પણ માર માર્યો હોવાનું સામે આવ્યું છે.
સુશીલાબેન બંસીભાઈ કલાલએ જણાવ્યું હતું કે, સોસાયટીના બાળકો ઘર બહાર ક્રિકેટ રમતા હતા. ઘરની બારી અને વાહનો પર દડો અથડાતો હતો. આ માટે બાળકોને ક્રિકેટ થોડી દૂર રમવા માટે કહ્યું હતું. ઝઘડો થયો હોવાની ખોટી જાણ પાડોશીના છોકરાએ પિતાને ફોન કરીને કહ્યું હતું. પિતાએ ગુસ્સામાં લાલચોળ થઈને પુત્રની વાતમાં આવીને મિત્રોને બોલાવ્યા અને અમારી પર હુમલો કરાવ્યો હતો.
આ વાતને લઈને અમે સતત તેમને સમજાવી રહ્યા હતા પણ પાડોશી સમજવા તૈયાર જ ન હતા. મારા પુત્ર કમલેશ બાદ પુત્રી પાયલ પર લાકડી લઈને હુમલો કર્યો હતો. ત્યારબાદ સુશીલાબેન બચાવવા ગયા ત્યારે તેને પણ મારવા લાગ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સુશીલાબેનએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.