AMNS ના યજમાન પદે ક્રિકેટ ટુર્નામેન્ટ: ટોચની 20 કંપનીઓ વચ્ચે 35 દિવસમાં 47 મેચ રમાશે

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન આયોજીત આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) ટી-20 કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નો હજીરામાં એએમ/એનએસ ઈન્ડિયા ટાઉનશીપ, હજીરા ખાતે શનિવારે શુભારંભ થયો છે.

આ ટુર્નામેન્ટનો એએમ/એનએસ ઈન્ડિયાના હ્યુમન રિસોર્સ ઓપરેશન્સ, આઈઆર અને એડમિનીસ્ટ્રેશન વિભાગના વડા ડો. અનિલ મટૂએ  એએમ/એનએસ ઈન્ડિયા સહિત ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી અન્ય કંપનીઓ અને સંસ્થાઓના પદાધિકારીઓની હાજરીમાં પ્રારંભ કરાવ્યો હતો.

ટુર્નામેન્ટના ઉદ્દઘાટન પ્રસંગે ડો. અનિલ મટૂએ જણાવ્યું હતું કે “અમે એએમ/એનએસ ઈન્ડિયા કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નો પ્રારંભ કરાવતાં આનંદ અનુભવીએ છીએ અને તમામ ટીમનું સ્વાગત કરીએ છીએ. અમને આ ટુર્નામેન્ટ યોજવાની તક પૂરી પાડવા બદલ અમે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના આભારી છીએ. મને વિશ્વાસ છે કે ટુર્નામેન્ટમાં ખૂબ જ રોમાંચક ગેમ્સ અને સુંદર ક્રિકેટ જોવા મળશે. હું ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામને શુભેચ્છા પાઠવુ છું.”

સુરત અને તેની આસપાસના વિસ્તારોની 20 ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ તમામ ટીમને પાંચ-પાંચનાં ચાર જૂથમાં વહેંચી દેવામાં આવી છે. ટુર્નામેન્ટના 35 દિવસ દરમ્યાન 47 મેચ રમવામાં આવશે. જેમાં લીગ તબક્કાની 40 મેચનો સમાવેશ થાય છે. એ પછી 4 કવાર્ટર ફાઇનલ્સ, 2 સેમી-ફાઇનલ્સ અને છેલ્લે ફાઇનલ યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *