અંકલેશ્વરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ભાથીજી દાદાના મંદિરના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ…

Published on: 4:34 pm, Tue, 2 April 24

Ankleshwar News: અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં GHB યુવા મંડળ તરફથી શૂરવીર ભાથીજી દાદાના મંદિરના લાભાર્થે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું શુભારંભ(Ankleshwar News) કરવામાં આવ્યું હતું.ત્યારે આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જીએચબી યુવા મંડળ દ્વારા પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું, આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાથીજી દાદાના મંદિરના લાભાર્થે કરવામાં આવ્યું હતું.આ સાથે જ આ આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર 50થી પણ વધુ ટીમ દ્વારા ભાગ લેવામાં આવશે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ મહિના સુધી રમાડવામાં આવશે.

આ ક્રિકેટ ટુર્નામેન્ટના આરંભમાં હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ અન્ય લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો તથા માતા બહેનો આ શુભપ્રસંગે હાજરી આપી હતી,તેમજ આ કાર્યક્રમમાં જે પણ નાણાં ભેગા થશે એ તમામ ભાથીજી દાદાના મંદિર ના લાભાર્થે વાપરવવામાં આવશે.ત્યારે આ અંગે એક અગ્રણીએ જણાવ્યું હતું કે,આ આયોજન લોકોમાં રમત ગમત ક્ષેત્રે જાગૃતિ આવે તે બાદલ કરવામાં આવ્યું છે અને આ આયોજનમાંથી જે પણ કોઈ રૂપિયા ભેગા થશે તેને મંદિરના કામમાં વાપરવવામાં આવશે.

આ આયોજનમાં ટુર્નામેન્ટમાં યુવાનો જોડાયા હતા અને આ ટુર્નામેન્ટનો સમય રાત્રિનો રાખવામાં આવ્યો છે જેથી કરીને લોકો દિવસ દરમિયાનના રોજિંદા કામ પુરા કરી ટુર્નામેન્ટનો આનંદ માણી શકે.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]