પુષ્પા ફિલ્મનો ક્રેઝ આ દિવસોમાં બધામાં છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરના લોકો તેની સાથે ખૂબ જ મસ્તી કરે છે. ઓસ્ટ્રેલિયા(Australia)ની ક્રિકેટ ટીમના બેટ્સમેન ડેવિડ વોર્નર(David Warner) પણ ભારે રંગીન છે. વોર્નરે પુષ્પા ફિલ્મ(Pushpa movie)ના ગીત પર ઘણા ડાન્સ વીડિયો મુક્યા છે. હવે તેણે ઈન્સ્ટાગ્રામ(Instagram) પર વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે.
View this post on Instagram
ફિલ્મના એક્શન સીન પર હાથ અજમાવ્યો:
તાજેતરમાં અપલોડ કરાયેલા વિડિયોમાં તે પુષ્પા ફિલ્મના ગીત પર ડાન્સ નહીં કરીને એક્શન સીનમાં હાથ અજમાવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વોર્નરે ફિલ્મમાં કેટલાક શ્રેષ્ઠ એક્શન સીન પસંદ કર્યા છે. તેણે તમામ દ્રશ્યોમાં અલ્લુ અર્જુનના ચહેરા પર પોતાનો ચહેરો મર્જ કર્યો છે. તે એટલી ઝીણવટપૂર્વક કરવામાં આવ્યું છે કે એવું બિલકુલ લાગતું નથી કે તે ચહેરો મર્જર છે.
વીડિયો જોઈને તમને લાગશે કે ફિલ્મનો અસલી હીરો વોર્નર છે. ડેવિડ વોર્નરનો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ઘણો પસંદ આવી રહ્યો છે. વીડિયો પોસ્ટ કરતા ડેવિડ વોર્નરે કેપ્શનમાં લખ્યું, ‘અલ્લુ અર્જુને એક્ટિંગને ખૂબ જ સરળ બનાવી દીધી છે.’ આ વીડિયોને અત્યાર સુધીમાં 3 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.
પહેલા પણ બનાવી ચુક્યો છે વિડીયો:
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ડેવિડ વોર્નરે ફિલ્મ પુષ્પાના ગીત પર એક વીડિયો બનાવ્યો હતો. ફિલ્મના ગીત ‘શ્રીવલ્લી’ પર ડાન્સ કરતી વખતે તેણે તાજેતરમાં એક વીડિયો શેર કર્યો હતો. તેણે આ ફિલ્મના ડાયલોગ પર એક વીડિયો પણ મૂક્યો છે. તેણે એક વીડિયો બનાવીને ફિલ્મના ટ્રેલર લૉન્ચ પર મૂક્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.