ક્રિકેટના બોલિંગ બાદશાહ તરીકે ઓળખાતા શેન વોર્નનું મૃત્યુનું રહસ્ય હજુ પણ અંકબંધ છે. અને તેના ફેન્સ હજુ પણ શોકમાંથી બહાર નથી આવ્યા, ત્યારે ક્રિકેટની દુનિયા અને વોર્નના ફેન્સને ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું 52 વર્ષની વયે નિધન થયું છે. શેન વોર્નનું મૃ ત્યુ થાઈલેન્ડના એક વિલામાં થયું હતું, જ્યાં તે રજાઓ મનાવવા ગયો હતો. આ મામલે અત્યાર સુધીમાં અનેક અપડેટ્સ આવ્યા છે અને પોલીસ તપાસ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અલગ-અલગ બાબતો બહાર આવી રહી છે.રીપોર્ટ પ્રમાણે શેન વોર્નનું 4 માર્ચે મૃ ત્યુ થયું હતું, જ્યારે તે થાઈલેન્ડના એક વિલામાં રોકાઈ રહ્યો હતો. શેન વોર્નનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું.
માહિતી પ્રમાણે મૃત્યુ પેહલા વોર્ને 4 થાઈલેન્ડની મહિલાઓ પાસે મસાજ કરાવ્યો હતો. તેવામાં હવે ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે પોલીસે 4 મહિલામાંથી એક મસાજ ગર્લ સાથે ખાસ વાતચીત કરી હતી.અને રહસ્ય સુધી પોહચવા પ્રય્તન કર્યો હતો,
આ દરમિયાન બાવી નામની એક મસાજ ગર્લ એ મસાજ પહેલા અને પછીની તમામ સ્થિતિ જણાવી હતી.થાઈલેન્ડ ની મહિલાઓના જણાવ્યા મુજબ જ્યારે તેઓ મસાજ કરીને વિદાય લેતા હતા ત્યારે એકદમ તંદુરસ્ત હતા,તેમના નિધનના સમાચાર સામે આવતા અમે બધા શોક થઇ ગયા હતા.
બાવી કહી રહી છે કે અમારી સાથે તેમણે ઘણી વાતો કરી અને તેમની તબિયત પણ ઘણી સારી હતી. મારી ટીમે જ્યારથી બેક મસાજ આપવાનું શરૂ કર્યું ત્યારથી તેઓ હળવા મૂડમાં હતા.અમે એક કલાક સુધી વોર્નનો મસાજ કર્યો હતો. આ દરમિયાન તે મસ્તી-મજાકના મૂડમાં હતા,અમને જરાય પણ લાગ્યું નહીં કે તેમને કઈ થવાનું હશે.
શેન વોર્ને ટીપ તરીકે સારી એવી રકમ આપી હતી.ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે વિલા-રિસોર્ટના સ્ટાફે જણાવ્યું કે અહીં ભૂત પ્રેત હજુ પણ થાય છે.અમારા મત મુજબ આ ચોંકવાનારી ઘટના પહેલા પણ અહીં ઘણા એવા અવિસ્મરણીય તથા ભૂત-પ્રેતના અનુભવો સ્ટાફને થયા છે. જોકે તેમણે મૃત્યુ પાછળ આ પ્રમાણેની ઘટના હોવાનો દાવો સ્પષ્ટપણે કર્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.