સુરત(surat): છેલ્લા કેટલાય દિવસોથી છેતરપીંડી (Fraud)ના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આમ તો, સામાન્ય રીતે દરેક વ્યક્તિ કોઈને કોઈ પોલિસી(Policy) લેતી હોય છે. આ પોલીસીમા જ્યારે પ્રીમિયમ(Premium) ભરવાનું પૂર્ણ થઈ જાય છે, ત્યારે જે તે પોલિસીધારકને તેના રૂપિયા કંપની તરફથી પરત મળી જતા હોય છે.
સાયબર ક્રાઇમ ક્રિમિનલ કે ભેજાબાજ આવા પોલિસી ધારકોની ડીટેલ એકત્રિત કરીને તેમને ફોન કોલ કરે છે અને તમારી પોલિસી પાકી ગઈ છે. તમારા રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જશે એવું કહેવામાં આવે છે. જેના માટે કેટલાક રૂપિયા પ્રોસેસિંગ ફી તરીકે આપવા પડશે એ પ્રકારની વાત કરીને સામે વાળાને ફસાવી દેતા હોય છે. સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ મળતાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે આરોપીની દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
આ ટોળકી દ્વારા ડિંડોલી પોલીસ સ્ટેશન સહિત ચોક પોલીસ સ્ટેશન, મહેસાણા જિલ્લાના વસઈ પોલીસ સ્ટેશન અને મહારાષ્ટ્રના પુના શહેરમાં પણ પોલિસીધારકો પાસેથી રૂપિયા પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે. વીમા પોલિસીને લઈને ફોન કોલ કરીને કેટલાક બેન્ક એકાઉન્ટ નંબર આપવામાં આવે છે અને તેમાં સર્વિસ ચાર્જ જમા કરાવવા માટેનું કહેવામાં આવે છે. આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. તેથી ફરિયાદન આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ફોન કોલના આધારે ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી બે આરોપી ઝડપી પાડ્યા છે. મહંમદ રજા અને મધુ શર્મા નામની મહિલાને દિલ્હીથી ઝડપી પાડી સુરત કોર્ટમાં રજૂ કરાયા હતા.
સાયબર ક્રાઇમની ટોળકીઓ ખૂબ જ સક્રિય થઇ છે. નવી નવી સ્કીમને આધારે પૈસા પડાવી લેતા હોય છે. આ બંને આરોપીઓ જે હાલ દિલ્હીમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે. તેમની પાસેથી કેટલીક બેંકની પાસબુક મળી આવી છે કે, જેમાં તેઓ એકાઉન્ટમાં રૂપિયા જમા કરવાનું કહેતા હતા. ચારથી પાંચ જેટલા સીમ કાર્ડ પણ મળી આવ્યા છે, જેના દ્વારા તેઓ ગ્રાહકોને ફોન કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગણી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.