સુરતની ફાઈવ સ્ટાર હોટલમાં હત્યાઃ 23 લાખ રૂપિયા લૂંટવા માટે મિત્રએ મિત્રનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધો

સુરત (Surat): ડુમસ રોડ પર આવેલી લા મેરીડિયન એન્ડ ટીજીબી(La Meridian & TGB Hotel) નામની ફાઈવ સ્ટાર હોટલ (Five star hotel)માં સોમવારે બપોરે હોટલ એકાઉન્ટન્ટ(Hotel…

સુરત (Surat): ડુમસ રોડ પર આવેલી લા મેરીડિયન એન્ડ ટીજીબી(La Meridian & TGB Hotel) નામની ફાઈવ સ્ટાર હોટલ (Five star hotel)માં સોમવારે બપોરે હોટલ એકાઉન્ટન્ટ(Hotel Accountant) હત્યા(Murder) કરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. એકાઉન્ટન્ટની હત્યા કર્યા બાદ મૃતદેહને ડસ્ટબીન (Dustbin)માં સંતાડીને આરોપીઓ તેની પાસે રાખેલા રૂ.23 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ કેસમાં પોલીસે હોટલના જ સ્ટોર કીપર મેનેજરની ધરપકડ કરી છે. આરોપી અને મૃતક બંને નજીકના મિત્રો હતા અને લગભગ 5 વર્ષથી સાથે કામ કરતા હતા. આરોપીઓ પાસેથી રૂપિયા મળી આવ્યા છે.

સાથે ભોજન લીધું હતું:
તપાસ બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હોટલના જ સ્ટોર-કીપિંગ મેનેજર વિરેન ઉર્ફે વાહિદ સૈનીની ધરપકડ કરી હતી. વિરેને પૈસાની લાલચમાં આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હત્યા પહેલા બંનેએ સાથે ભોજન પણ કર્યું હતું. પોલીસને શંકા છે કે વીરેન સાથે અન્ય કોઈ સંડોવાયેલ હોઈ શકે છે. જો કે પોલીસ પૂછપરછમાં લાગેલી છે.

મેનેજરના પગરખા પર પણ લોહીના નિશાન જોવા મળ્યા હતા:
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઓડિશાનો 26 વર્ષીય જીવન રાવત મગદલ્લા ગામ ખાતે રહેતો હતો અને ડુમસની ફાઈવ સ્ટાર હોટેલ ઓરેન્જ મેગાસ્ટ્રક્ચરમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. તે 2017થી અહીં કામ કરતો હતો. સોમવારે બપોરે 1:30 વાગ્યે હોટલના ભોંયરામાં આવેલા સ્ટોર રૂમમાં રાખેલી કચરા પેટીમાં પ્લાસ્ટિકની થેલીમાં તેની લોહીથી લથપથ લાશ પડી હતી. છરી વડે તેનું ગળું ચીરી નાખ્યું હતું. પોલીસે જણાવ્યું કે વિરેને જ તેને ભોંયરામાં બોલાવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ડૂમ્સ પીઆઈ અંકિત સોમૈયાએ જણાવ્યું કે, સ્ટોર કીપિંગ મેનેજરના શૂઝ પર પણ લોહીના નિશાન જોવા મળ્યા છે. આરોપી પણ 5 વર્ષથી અહીં કામ કરતો હતો.

મૃતક દરરોજ બેંકમાં પૈસા જમા કરાવવા જતો હતો:
જીવન રાવત દરરોજ હોટલનું કલેક્શન લઈને બેંકમાં જમા કરાવતો હતો. સોમવારે તે વેસુ ખાતે આવેલી બેંકમાં રૂપિયા 23 લાખ જમા કરાવવા માટે પણ નીકળ્યો હતો. પરંતુ એક-બે કલાક બાદ પણ તે પરત ફર્યો ન હતો. આ પછી હોટલના સ્ટાફે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. ત્યારબાદ હોટલના ભોંયરામાંથી તેનો મૃતદેહ મળી આવતા સ્ટાફે તેની શોધખોળ શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *