વડોદરા(ગુજરાત): આજકાલ પોલીસ દ્વારા સતત વોચ રાખીને દારૂની હેરાફેરી તેમજ ભઠ્ઠીઓ પણ ઝડપાઈ રહી છે. ત્યારે વડોદરા(Vadodara) શહેરના સીમાડે ચાલતી દેશી દારૂની 10 જેટલી ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડી રૂપિયા 20 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ(Police) દ્વારા ડ્રોન કેમેરા(Drone camera)ની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ(Furnaces) ઉપર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે વડોદરા ક્રાઇમ બ્રાંચના ડીસીપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના છેવાડે આવેલા ભાલીયાપુરા, બીલ, તલસટ, વડસર, રણોલી, કોયલી તેમજ છાણી ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારુની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. આર.એ. જાડેજા અને પી.સી.બી. પી.આઇ. જે.જે. પટેલની દેખરેખ હેઠળ પાચ ટીમો બનાવવામાં આવી હતી અને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે, દરોડા પાડતા પહેલા ડ્રોન કેમેરા દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓનું લોકેશન લેવામાં આવ્યું હતું. ત્યારબાદ ક્રાઇમ બ્રાંચ અને પીસીબીના અધિકારીઓ અને તેમના સ્ટાફની બનાવવામાં આવેલી પાંચ ટીમો દ્વારા સામૂહિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, વડોદરા શહેર પોલીસ દ્વારા ભાલીયાપુરા, બીલ, કોયલી, તલસટ, વડસર અને છાણી ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડા પાડવામાં આવતા આ ગામોના બુટલેગરોમા ફફડાટ છવાયો હતો. મોટા ભાગના બુટલેગરો ગામમાંથી ફરાર થઇ ગયા હોવાનું પણ સામે આવ્યું હતું.
પોલીસ દ્વારા સ્થળ ઉપરથી 113 લિટર દેશી દારૂ, 7690 લિટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો વોશ મળી કુલ 20,640 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે જ દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.