સુરતના વેસુમાં પૂરપાટ જતી બાઇકે વિદ્યાર્થીને કચડી નાખ્યો, હિંમત વાળા જ જુએ આ CCTV ફૂટેજ

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતના વેસુ વિસ્તારમાંથી સામે આવી છે. ત્રણ મહિના પહેલાં યુપીથી સુરત આવેલા બીએના એક વિદ્યાર્થીનું વેસુમા રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતાં મોત નીપજ્યું હોવાના CCTV સામે આવ્યું છે. જોકે, અકસ્માત પહેલાં મૃતક હિતેશ રાય અને તેના મિત્રોનો કોઈ સાથે ઝગડો થયો હોવાની ઘટનાએ પોલીસને આશ્ચર્યમાં મૂકી દીધી છે. આ ઘટના સમયે સાથે રહેનારા મિત્રોની પોલીસ શોધખોળ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક હિતેશના પિતા આતિષ કુમાર રાયએ જણાવ્યું હતું કે, હિતેશ ત્રણ મહિના પહેલાં જ યુપીથી સુરત આવ્યો હતો. BAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હિતેશ ભેસ્તાન સિદ્ધાર્થનગરથી ઘરે કંઈપણ જાણ કર્યા વગર મિત્રો સાથે નીકળ્યો હતો. ત્યાર બાદ વેસુમાં અકસ્માત થયો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું. ઇજાગ્રસ્ત હિતેશને તેના મિત્રો સિવિલમાં લઈ આવ્યા હતા.

સિવિલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, સારવાર માટે લવાયેલા હિતેશના મિત્રોએ વેસુમાં ઝગડો થયા બાદ બાઇક પર ત્રણ સવાર થઈ હિતેશ મિત્રો સાથે નીકળ્યો હતો. ત્યાર બાદ મારવિલા કોમ્પ્લેક્સ નજીક રોડ ક્રોસ કરતાં એક અજાણી બાઈકના સવારે તેને અડફેટે લીધો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતની આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

વધુમાં જાણવા મળ્યું હતું કે પોસ્ટમોર્ટમ કરાવવા આવેલી પોલીસ પાસે હિતેશને સિવિલ લાવનાર કોઈ પણ મિત્રોના નિવેદન કે ઓળખપત્ર નથી. મિત્રોની પૂછપરછ થાય અને તેમના નિવેદન લેવાય પછી હિતેશના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ લોકલ કરવું કે ફોરેન્સ્ટિકમાં કરાવવું એ નિર્ણય લેવાશે. ત્યાર બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *