દિવાળી પહેલા છેલ્લા અમુક દિવસના ઘટાડા સાથે આજે પાણીથી પણ સસ્તુ થયું કાચું તેલ, ભારતને થશે મસમોટો ફાયદો

2 નવેમ્બરને સોમવારે એટલે કે, આજે ક્રૂડની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. બ્રેંટ ક્રૂડના ભાવ 37 ડોલર પ્રતિ બેરલ પર આવ્યા છે. આ ભારે ઘટાડા બાદ કાચું તેલ પાણીથી પણ વધારે સસ્તું થયું છે. તેનો ફાયદો સામાન્ય માણસને મળશે. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે યૂરોપીય દેશોની સાથે વધી રહેલ ચિંતાની વચ્ચે ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. દુનિયાભરમાં કાચા તેલની ડિમાન્ડ ઘટવાની શંકા સાથે કાચા તેલની કિંમતોમાં દબાણ વધ્યું છે.

આ ઉપરાંત કાચા તેલનો એક્સપોર્ટ કરનારા દેશોમાં પણ સપ્લાયમાં વધારો કરવામાં આવ્યો છે. આ કારણે બ્રેંટ ક્રૂડ 37 ડોલર પ્રતિ બેરલના નીચા સ્તરે પહોંચ્યું છે. એટલે કે, આજ રોજ બ્રેંટ ક્રૂડ પાણીથી પણ સસ્તું થયું છે. ભારત જરૂરિયાતનો 83 ટકા ભાગનું કાચું તેલ આયાત કરે છે તેના કારણે ભારતને વર્ષે 100 અરબ ડોલર અન્ય દેશોને આપવા પડે છે. રૂપિયાની નબળી સ્થિતિ ભારતનું આયાત બિલ વધારે છે અને સરકાર આ બિલોની ભરપાઈ માટે લોકો પાસેથી ટેક્સના ઉંચા ભાવ વસુલે છે.

કેવી રીતે પાણીથી પણ વધારે સસ્તું થયું કાચું તેલ
આજ રોજ કાચા તેલના ભાવ ધટીને 37 ડોલર પ્રતિ બેરલ થયું છે. એક બેરલમા 159 લિટર હોય છે. આ રીતે જોઈએ તો 1 ડોલરની કિંમત 74 રૂપિયા છે. આ રીતે ભારતીય કિંમત મુજબ એક બેરલની કિંમત 2733 રૂપિયા થાય છે. ત્યારે એક લિટર બેરલની કિંમત 17.18 રૂપિયાની આસપાસની થાય છે. આ રીતે દેશમાં પાણીની બોટલની કિંમત 20 રૂપિયાની આસપાસ છે. જેના કારણે હાલમાં પાણીની બોટલ કરતા પણ ઓછા ભાવે બ્રેંટ ક્રૂડ મળી રહ્યું છે.

શા માટે ઘટી રહી છે કાચા તેલની કિંમત
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વખત મોટાભાગના દેશોમાં લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. ત્યારે યૂરોપના દેશોમાં પણ ફરી એકવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે કરોડો લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. લોકડાઉનના કારણે કારોબાર પણ બંધ થયા છે. જેના પરિણામે પેટ્રોલ ડીઝલની માંગ ખુબ જ ઝડપથી ઘટી રહી છે. આ સમયે સઉદી અરબ, રશિયા અને અમેરિકાની વચ્ચે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઘટશે તેની સહમતિ બની નથી. સઉદી અરબ તેલનું ઉત્પાદન કરે છે અને પછી કાચા તેલ પર નિર્ભર સઉદી અરબની અર્થવ્યવસ્થા ડગમગાવવાના કારણે ક્રૂડની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે ભારતમાં પણ કાચા તેલની કિંમતો ધટી છે.

સસ્તુ કાચું તેલ કઈ રીતે ભારતીય અર્થવ્યવસ્થા માટે બનશે વરદાન
હાલમાં યુરોપિયન દેશોમાં ધટી રહેલ કાચા તેલની માંગના કારણે ભારત સરકારે ઓછી કિંમત પર કાચું તેલ ખરીદયું છે પરંતુ તેની સામે પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યા નથી. સરકારના આ નિર્ણયથી 2 મોટા ફાયદા થશે. પહેલું તો દેશના ચાલુ ખાતામાં ઘટાડો થશે અને અન્યમાં સરકારની રેવન્યીમાં વધારો થશે. જે અર્થવ્યવસ્થાના આધાર ઉપર એક સારી વાત કહી શકાય છે. ડોલરની સરખામણીએ રૂપિયાની સ્થિતિમાં પણ સુધારો આવ્યો છે. રૂપિયો સુધરીને ડોલરની સરખામણીએ 77થી 74 રૂપિયા પર આવ્યો છે. એટલે કે, ભારતીય મુદ્રામાં 4 રૂપિયાની મજબૂતી આવી છે. આમ ડોલરની સામે ભારતીય રૂપિયો મજબુત બન્યો છે. રૂપિયો મજબૂત થવાથી કાચું તેલ, ઈલેક્ટ્રોનિક્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફર્ટિલાઈઝર, કેમિકલ્સ વિભાગમાં ફાયદો જોવા મળશે. જોકે, કેટલાક વિભાગોમાં નુકસાન પણ જોવા મળ્યું છે. તેમ છતાં રૂપિયો મજબુત બનતા ભારતને ફાયદો થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *