સુરતમાં આવશે દેશ-વિદેશના સાંસ્કૃતિક ડાન્સર, કાર્યક્રમમાં મળશે ફ્રી એન્ટ્રી…

TAAL Group in Surat: સુરતના TAAL ગ્રુપના સ્થાપક(TAAL Group in Surat) Architect Krutika Shah અને Mr. Pavan Kapoor President CIOFF India સાથે Charu Castle Foundation ના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગર પાલિકા, Craftroots, Vastra ના સહયોગથી International Folklore Dance Fest 2.0 2024 નું કરવામાં આવ્યું છે. તારીખ 08/03/2024  થી 11/03/2024 સુધી આયોજન કરવામાં આવ્યું છે.

આ આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ફોકલોર ડાન્સ ફેસ્ટમાં રોમાનીયા, પોલેન્ડ, શ્રીલંકા, થાઈલેન્ડ અને ભારત દેશના કલાકારો પોતાના દેશની સાંસ્કૃતિક ધરોહરને વાંચા આપતા ફોક ડાન્સની પ્રસ્તુતિ કરશે. સ્વચ્છતામાં નંબર 1 હાસલ કરનાર સુરત શહેર માટે વધુ આનદ અને ગોરવની વાત એ છે કે,આવા સમયે તાલ ગ્રુપ દ્રારા આ બીજા આંતરરાષ્ટ્રીય ફોક ફેસ્ટનું ગુજરાતના અલગ અલગ સ્થળે આયોજન કરવામાં આવ્યું છે.

વિશેષ વાત એ છે કે, પાચ દેશના ફોક ડાન્સ માનવાનું લ્હાવો સુરતના લોકોને આ ફેસ્ટમાં ફ્રી માં એન્ટ્રી છે.આ ઉપરાંત યુવા વિધાર્થીઓને પણ આ અંગે ભારત દેશની કલા અને સંસ્કૃતિને માનવાની તક મળશે.

કાર્યકમની માહિતી
સુરત શહેરમાં તારીખ 8 માર્ચ 2024ના રોજ શુક્રવાર સાંજે 5 વાગે શરુ થશે. સુરત શહેરમાં આ કાર્યકમ સાયન્સ સેન્ટરમાં રાખવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં તારીખ 9 માર્ચ 2024ના રોજ શનિવારે સાંજે 5;30 વાગે શરુ થશે. અમદાવાદ શહેરમાં આ કાર્યકમ ગામ શ્રી ટ્રસ્ટ,ક્રાફ્ટરૂટ પર રાખવામાં આવ્યું છે.

નવસારી શહેરમાં દાંડી રોડ પર તારીખ 10 માર્ચ 2024ના રોજ રવિવારે સાંજે 5;30 વાગે શરુ થશે,

સુરત શહેરમાં તારીખ 11 માર્ચ 2024ના રોજ સોમવારે સાંજે 5;30 વાગે શરુ થશે. સુરત શહેરમાં બીજી વાર આ કાર્યકમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે રાખવમાં આવ્યું છે.