શરુ બસમાં કરંટ લગતા ત્રણ લોકોના દર્દનાક મોત અને પાંચ ગંભીર રીતે ઘાયલ- જાણો ક્યા બની આ ઘટના

જેસલમેર: ભારત-પાકિસ્તાન સરહદ(India-Pakistan border) પર સ્થિત જેસલમેર(Jesalmer) જિલ્લામાં આજે સવારે એક મોટો અકસ્માત(Accident) થયો છે. અહીં એક બસને કરંટની ઝપેટમાં આવી ગઈ હતી. જેના કારણે બસમાં સવાર 8 મુસાફરો દાઝી ગયા હતા. જાનહાનીમાં આઠમાંથી ત્રણના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે અન્ય પાંચ સારવાર હેઠળ છે. એક મુસાફરોની હાલત નાજુક છે. સીએમ અશોક ગેહલોતે(CM Ashok Gehlot) દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકો સંત સદારામના મેળા (Fair of Sant Sadaram)માં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર જેસલમેરથી 15 કિલોમીટર દૂર સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 10 વાગ્યે પોલજીની ડેરી પાસે આ અકસ્માત થયો હતો. ખીણિયા અને ઘુઇયાળા ગામના ગ્રામજનો ખાનગી બસ ભાડેથી લઇને લોકદેવતા સંત સદારામના મેળામાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ અફરાતફરી મચી ગઈ હતી. જાણ થતાં પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

બસ ચાલકે તત્પરતા દાખવી હતી:
ખરેખર પોલજીની ડેરી પાસે રોડની ઉંચાઈ વધારવાનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરથી પસાર થતા વાયરો થોડા નીચા થઈ ગયા હતા. બસની અંદર ઉપરાંત તેની છત પર પણ ભક્તો બેઠા હતા. ત્યાંથી નીકળતી વખતે બસની છત પર બેઠેલા મુસાફરો વીજ વાયરના સંપર્કમાં આવ્યા હતા. કરંટની લપેટમાં આવતાની સાથે જ આખી બસમાં કરંટ ફેલાઈ ગયો હતો. પરંતુ તેમ છતાં, ડ્રાઇવરે તાત્કાલિક પણે બસને આગળ ધપાવી હતી, જેના કારણે કરંટ થોડીવાર જ ચાલી શક્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં આઠ લોકોને કરંટ લાગતા ખરાબ રીતે દાઝી ગયા હતા.

બસમાં ઘણા બધા મુસાફરો હતા:
માહિતી મળતાં જ ગ્રામજનો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તમામ ઘાયલોને જેસલમેરની જવાહિર હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં તબીબોએ ત્રણ ઘાયલોને મૃત જાહેર કર્યા હતા. પાંચ ગંભીર રીતે ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તમામ મૃતકો અને ઘાયલો મેઘવાલ સમાજના જણાવવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં ઘણા મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા. જ્યારે બસની અંદર જગ્યા ન હતી ત્યારે લોકો તેની છત પર બેસી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *