વરાછાની પરિણીતાના નામે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી ફોટો અપલોડ કરવા ઉપરાંત ફ્રેન્ડને મેસેજ અને વિડિયો કોલ કરી નગ્ન થનાર ભેજાબાજની સામે ફરિયાદ નોંધી સાયબર સેલે શોધખોળ આદરી છે.
વરાછા વિસ્તારમાં રહેતી અને મોબાઇલ કંપનીમાં ટેલિકોલીંગ તરીકેનું કામ કરતી રવિના (નામ બદલ્યું છે) ઉપર એક મહિના અગાઉ એક ફ્રેન્ડનો કોલ આવ્યો હતો કે, ઇન્સ્ટાગ્રામ પર રવિના નામનું જે એકાઉન્ટ છે, તે તારૂ છે. આ એકાઉન્ટમાં જે ફોટોગ્રાફ મુકવામાં આવ્યા છે તે તારા છે અને તેના પરથી મેસેજ આવે છે અને એક વ્યકિત વિડિયો કોલ કરે છે અને નગ્ન થઇ અંગો બતાવે છે.
જોકે, આવી જ રીતે અન્ય એક ફ્રેન્ડ ઉપર પણ મેસેજ અને વિડિયો કોલ આવ્યો હતો. જેની જાણ રવિનાને થતા તે ચોંકી ગઇ હતી અને તુરંત જ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ફેક આઇડી બનાવનાર સાથે વાત કરી એકાઉન્ટ ડિલીટ કરવા કહ્યું હતું. જોકે, ભેજાબાજ યુવાને એકાઉન્ટ ડિલીટ કરવાને બદલે નામ બદલી મેસેજ અને વિડિયો કોલ કરવાનું ચાલું રાખ્યું હતું. જેથી પોતાની બદનામી કરવાના બદઇરાદે ફેસબુક પરથી પોતાના અને પતિના ફોટા ડાઉનલોડ કરી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર ભેજાબાજ વિરૂધ્ધ પરિણીતાએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.